ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું સરળ

વિદેશમાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક અને સરળ વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, 'સ્ટડી-ટુ-ઈમિગ્રેટ' એટલે કે ભણ્યા પછી ત્યાંનું કાયમી નાગરિકત્વ મેળવવાની બાબતમાં કેનેડાએ યુકેને પાછળ છોડી દીધું છે. કેનેડામાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યાના માત્ર એક વર્ષના કામના અનુભવ બાદ વિદ્યાર્થીઓ સ્થાયી નિવાસ(PR) માટે અરજી કરી શકે છે. તેની સરખામણીએ યુકેમાં સ્થાયી નિવાસ(ILR) મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ અને અમુક કિસ્સામાં 10 વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડે છે. યુકેમાં હવે નવા નિયમો મુજબ 2026-27થી વર્ક વિઝાનો સમયગાળો ઘટાડીને માત્ર 18 મહિના સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. કેનેડામાં અભ્યાસ પછી વર્ક પરમિટ પર કરેલા કામનો અનુભવ સીધો જ PR મેળવવા માટે ગણાય છે. જ્યારે યુકેમાં, ગ્રેજ્યુએટ વિઝા પર કરેલા કામનો અનુભવ ત્યાંના સ્થાયી નિવાસ(ILR) માટે ગણવામાં આવતો નથી.

