Voice of Surat

કાપડ લીધા બાદ ચૂકવણું ન કરનારને કોર્ટની લપડાક, રૂપિયા ભરવા આદેશ

Posted On: |1 min read
Voice of Surat News

વેપારી પાસે માલ લઈ પેમેન્ટ નહી કરવાના 3 જુદા જુદા કેસમાં વેપારીઓને કોર્ટે 6 લાખ ૧૧ ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. ત્રણેય કેસોમાં વાદી તરફે એડવોકેટ રહીમ શેખ દ્વારા દલીલો કરી હતી. કોમર્શિયલ સ્યુટના કેસમાં વેપારીની દલીલ હતી કે 3 જુદા જુદા વ્યવહારમાં 6 લાખનો માલ અપાયો હતો, નિયત સમયે પેમેન્ટ કરાયું નહતું. લીગલ નોટિસનો પણ માલ ખરીદનારા વેપારીઓ દ્વારા જવાબ આપવામા આવ્યો નહતો. આથી સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો અને કોર્ટે રૂપિયા ચૂકવી આપવાનો આદેશ કરાયો હતો.