સુરત NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસની શરૂઆત કરાઇ
Posted On: |1 min read

ગુજરાત અને સુરતમા જે રીતે વિધાર્થીઓઅને યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યાં હોવાનું દિવસે ને દિવસે વધી રહ્યાં હોવાનું સ્પષ્ટ પણે દેખાઇ આવે છે. આ સંદર્ભે ગુજરાત NSUI દ્વારા સમગ્ર ગુજરાતમાં ૨૦૦ કેમ્પસમાં ડ્રગ્સ મુક્ત અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે, તે અંતર્ગત મંગળવારના રોજ સુરત NSUI દ્વારા વીટી ચોક્સી લો કોલેજ અને સાર્વજનિક લો કોલેજમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનની શરુઆત કવામાં આવી હતી, કેમ્પમાં વિદ્યાર્થી દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી હોવાનું NSUI સુરતના ચેરમેને અખબારી યાદીમાં જણાવ્યું છે.

