Voice of Surat

ઉમરપાડા તાલુકાના ડોંગરીપાડા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી શિબિર અંતર્ગત નિમાસ્ત્ર બનાવવાની તાલીમ યોજાઈ

Posted On: |5 min read
Voice of Surat News

ઉમરપાડા તાલુકાના ડોંગરીપાડા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શિબિર અંતર્ગત નિમાસ્ત્ર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. લીમડાના પાન, લીંબોળી અને પાણીને યોગ્ય માત્રામાં ભેગા કરી બનાવાતા કુદરતી જંતુનાશક નિમાસ્ત્રના છંટકાવથી પાકને થતા લાભ તેમજ કુદરતી તત્વોને કારણે જમીનને થતાં ફાયદા વિશે જણાવી ખેડૂતોને રાસાયણિક દવા છોડી કુદરતી જંતુનાશક અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું.