Voice of Surat

હાઇકોર્ટ : જેટલી રકમનું સાયબર ફ્રોડ થયું હોય તેટલી જ રકમ ફ્રીઝ કરો, બાકીની રકમ મુક્ત કરો

Posted On: |2 min read
પોલીસ દ્વારા આડેધડ ફ્રીઝ કરાતા એકાઉન્ટ મામલે હાઇકોર્ટે પોલીસની માર્ગદર્શિકા ટાંકીને હુકમ કર્યો

સાયબર ફોડના કેસમાં પોલીસ દ્વારા ફ્રીઝ કરાતા આડેધડ એકાઉન્ટના મામલે ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે રાજયના ડીજીપી અને આઈજીપી દ્વારા જારી માર્ગદર્શિકાને ટાંકીને એક અરજદાર વેપારીના કિસ્સામાં જેટલી રકમનું સાયબર ફોડ થયું હોય તેટલી જ રકમ ફીઝ કરવાની તાકીદ કરી ખાતાની બાકીની રકમ ડિ-ફીઝ(મુક્ત) કરવા હુકમ કર્યો છે. જસ્ટિસ એમ.આર.મેંગડે એ આ હુકમ કરતા રાજયના હજારો ભોગ બનનાર વ્યકિતઓના ખાતા ડિ-ફીઝ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.
જસ્ટિસ એમ.આર.મેંગડે દ્વારા પોતાના હુકમમાં રાજયના ડીજીપી અને આઇજીપી દ્વારા તા.૮-૭-૨૦૨૪ના રોજ જારી માર્ગદર્શિકાને ખાસ ટાંકવામાં આવી હતી કે, જેના મારફતે સરકાર દ્વારા એવી જોગવાઈ લાગુ કરવામાં આવી છે કે. સાયબર ફ્રોડના આવા કિસ્સાઓમાં જો પાંચ લાખથી ઓછી રકમના સાયબર ફ્રોડનો ગુનો હોય તો તેવા કિસ્સામાં જેટલી રકમનું ફોડ થયુ હોય તેટલી જ રકમ પોલીસ દ્વારા ફ્રીઝ કરી શકાશે. સાયબર ફોડના આવા ગુનાઓમાં આખેઆખુ ખાતુ કે ખાતાની તમામ રકમ ફ્રીઝ કરી શકાશે નહીં. નાની મોબાઈલ શોપનો એક દુકાનદાર કે જે સાયબર ફોડના ભોગ બન્યો હતો, તેનું ખાતુ સાયબર પોલીસ દ્વારા આખેઆખુ ફીઝ કરી દેવાતા ધંધો બંધ થઈ જવાની નોબત આવતા તેણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને જણાવ્યું હતું કે, એક મોબાઈ _લની ખરીદી પેટે એક શખ્સ દ્વારા કરાયેલી ચૂકવણી સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા ખાતામાંથી થઇ હોવાથી પોલીસે અરજદાર વેપારીના ખાતાની તમામ રકમ ફ્રીઝ કરી દીધી હતી. અરજદાર વેપારી તરફથી ડીજીપી અને આઇજીપીની ઉપરોકત માર્ગદર્શિકા અને પરિપત્રને ટાંકીને તેના કેસમાં માત્ર ૫૦ હજારની રકમ પૂરતી જ ફોડની વાત હોઇ તેટલી રકમ લીયન (તારણમાં રાખી) બાકીની રકમ મુકત (ડિ-ફીઝ) કરવા માંગણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે સરકારની માર્ગદર્શિકા અને -વેપારીની રજૂઆત ધ્યાને લીધા બાદ ઉપરોકત હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.