Voice of Surat

દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી

Posted On: |1 min read
Voice of Surat News

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 19 ઑક્ટોબરથી 23 ઑક્ટોબર સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.વરસાદી શક્યતાને લઈને ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે તહેવાર ટાણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 20, 21 અને 22 ઑકટોબર, 2025 એટલે કે, દિવાળી અને બેસતા વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 18 ઑક્ટોબર, 2025ના રોજ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને કેરળ-કર્ણાટક કિનારે લક્ષદ્વીપ પર નીચા દબાણ સર્જાઇ શકે છે. જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, ત્યારે આગામી 48 કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના વર્તાઇ રહી હોવાનું જાણવા મળે છે.