Voice of Surat

ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દંડ

Posted On: |1 min read
Voice of Surat News

શહેરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (થર્ડ કોર્ટ) દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના એક કેસમાં આરોપી શેરખાન યુસુફખાન પઠાણને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ફરિયાદી સૈયદ આરીફ હિદાયતઅલી અને આરોપી મિત્રો હતા. આરોપીએ ગાડીઓના લે-વેચના કામ માટે ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે નાણાં મેળવ્યા હતા, જે પેટે કુલ રૂ. ૧૨,૪૩,૫૧૦/- લેવાના નીકળતા હતા. આ રકમની ચુકવણી માટે આરોપીએ આપેલા રૂ. ૧૧,૪૩,૫૧૦/- નો ચેક બેંકમાં રજૂ કરતા 'ફંડ ઇનશફીશીયન્ટ' ના શેરા સાથે પરત ફર્યો હતો. કાયદેસરની નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતા ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન વકીલ શ્રી એમ.એમ.ગરાણા રોકાયા હતા. તેમણે અદાલત સમક્ષ અત્યંત ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરી હતી કે આરોપીએ જાણીબુજીને નાણાંની જવાબદારીમાંથી છટકવા માટે ચેક આપ્યો હતો. વકીલશ્રી ગરાણાએ નામદાર સુપ્રિમ કોર્ટ અને વડી અદાલતના વિવિધ ચુકાદાઓ ટાંકીને પુરવાર કર્યું હતું કે ફરિયાદી પોતાની રકમ મેળવવા હકદાર છે અને આરોપીએ કરેલો ગુનો ગંભીર છે. તેમની સચોટ રજૂઆતોને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીને કડક સજા કરી હતી.અદાલતે આરોપીને એક વર્ષની સજાની સાથે જ ચેકની રકમ મુજબ યોગ્ય દંડનો પણ આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.