ભેસ્તાનના દગડુગવ્હાળેને ચેક રિટર્ન કેસમાં એક વષની સજા
Posted On: |5 min read

ભેસ્તાન વૃંદાવન સોસાયટીમાં રહેતા દગડૂ બંસી ગવ્હાળેએ લિંબાયત પ્રતાપનગરની મિલકતના સોદામાં વેચાણ અવેજ પેટે સતીશ તુકારામ વૈધને કુલ ૩ લાખના ચેકો આપ્યા હતા. જે ચેકો રિટર્ન થતાં સતીષ વૈધએ વકીલ રહીમ શેખ મારફતે દગડૂ ગવ્હાળે વિરૂદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. કોર્ટે દગડુ ગવ્હાળેને કસુરવાર ઠેરવી ૧ વર્ષની સજા અને ૩ લાખ વળતર તરીકે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.

