કોર્ટ : ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા

ચેક રીટન કેસમાં આરોપી મોહમ્મદ રફીક કરીમ તેલી તે નેશનલ ફ્લોર મિલના પ્રોપરાયટરને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧,૨૦,૦૦૦/-પુરાનો દંડ ચૂકવવા અને જો એવા દંડની રકમ ન ચૂકવે તો વધુ ૬ માસની કેદની સજા નો હુકમ કરાયો હતો. સદર કેસમાં ફરિયાદી તરુણ બાબુલાલ અગ્રવાલ તે બાબુલાલ એન્ડ સન્સના પ્રોપરાઇટર કે જેઓ અનાજનો હોલસેલ નો વેપાર ધંધો કરતા આવેલ છે અને આરોપી અવારનવાર માલ ખરીદ કરતા આવેલ. જે માલની રકમના નાણાંની ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને ચેકો લખી આપેલ. જે ચેકો રિટર્ન થતા ફરિયાદી તરુણ બાબુલાલ અગ્રવાલનાએ વકીલશ્રી સાગર ડી પટેલ એડવોકેટ મારફતે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરેલ અને વકીલશ્રી સાગર ડી પટેલ એ ધારદાર દલીલો કરતા તથા જરૂરી દસ્તાવેજી પુરાવાઓ આધારે, કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 1,20,000 ના દંડ સહિતની રકમ ચૂકવવા આદેશ કરેલ અને જો તેવા દંડની રકમ ન ચૂકવે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ. ઉપરાંત આરોપી નામદાર કોર્ટમાં હાજર ન હોય, જેથી નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરત કોર્ટે આરોપી વિરુદ્ધ બિન જામીન લાયક વોરંટ ઇસ્યુ કરવા હુકમ ફરમાવ્યો હતો.

