રેશનકાર્ડ : છ વર્ષમાં 6.34 લાખ રેશન કાર્ડ રદ

ગુજરાતમાં નકલીની બોલબાલા વધી છે, છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં ૬.૩૪ લાખથી વધુ રેશન કાર્ડ રદ્ કરવામાં આવ્યા છે, જેના મુખ્ય કારણોમાં નકલી રેશન કાર્ડ હોવાનું સામે આવ્યું છે, આ ઉપરાંત ખોટા લાભાર્થીની ઓળખ થવી. ઈ-કેવાયસીમાં વિસંગતતા, જે તે લાભાર્થીનું અવસાન થવું તદુપરાંત સ્થળાંતર વગેરે જેવી બાબતો પણ સામેલ છે.
કાર્ડ ગુજરાતમાં છેલ્લાં છ વર્ષમાં વિવિધ કારણસર ૬,૩૪,૯૫૯ રેશન ર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનેથી અનાજ મેળવતાં કુટુંબો અત્યારે સર્વર ઠપ્પ સહિતના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે, આ પ્રકારની બુમરાણ સમયાંતરે ઊઠતી હોય છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે સૂચનાઓ આપી છે કે, નેટવર્ક કનેક્ટિવિટીની તકલીફ, આધાર સીડિંગ સમસ્યા અથવા તો બાયોમેટ્રિક સિસ્ટમ ફેલ હોય તેવા સંજોગોમાં કોઈ પણ લાભાર્થી કે કુટુંબને મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેવા ના જોઈએ. આ સંદર્ભે વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સમૃદ્ધ કહેવાતાં ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે, અંદાજે ૩.૫૦ કરોડ કરતાં વધારે જનસંખ્યાને સસ્તા અનાજની દુકાનેથી અનાજ અપાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ ૧૬૯૭ વાજબી ભાવની દુકાનોને તાળાં લાગ્યા છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આ સત્તાવાર આંકડા છે. વિતરકોને પૂરતા નાણાં નહિ અપાતા હોવાના સહિતના વિવિધ કારણસર ૧૯૯૭ દુકાનોના શટર પડી ગયા છે, જોકે સરકાર એવો બચાવ કરે છે કે, બંધ થયેલી દુકાનોને નજીકની દુકાન સાથે જોડવામાં આવી છે. અમદાવાદ, સુરત, અમરેલી, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ દુકાનોને તાળાં લાગ્યા છે, જેમાં લોકોને સરકારી યોજનાનો લાભલેવામાં નાકે દમ આવી ગયો છે. સુરતમાં ૧૬૩, વડોદરા - ૧૪૭, અમરેલી- ૧૪૨, અમદાવાદ શહેર ૧૪૧, રાજકોટ- ૧૨૫, દેવભૂમિ દ્વારકા- ૯૮, પાટણ- ૭૮, ભાવનગર-૭૮ દુકાનો બંધ થઈ હતી.

