સુરતમા શહેરમા આ વર્ષે અધધ.... 166153 વાહનોનું વેચાણ થયું

સુરત શહેરમાં દિવસને દિવસે ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે હજી ઘેરી બનવા જોવા મળી રહી છે. સાથે સાથે વ્હીકલોની સંખ્યાને કારણે વાયુ પ્રદુષણ પણ ઝડપથી પ્રસરી રહ્ચો છે. સુરત શહેરમાં આ વર્ષે અધધ... 166153 જેટલા વાહનોનું વેચાણ થયું હોવાનુંજાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેના રોડો ઉપર ટ્રાફિક ઘટવાને બદલે ટ્રાફિકની વધુ સમસ્યા સર્જાશે તેવું સ્પષ્ટ પણે દેખાઇ આવે છે કારણ કે આ વર્ષે લાખોની સંખ્યામાં સુરતના શોખીન પ્રજાએ ફોર વ્હીલ, ટુ વ્હીલ ખરીદી હોવાનું જાણવા મળે છે. એક માસના ટૂંકાગાળામાં સુરત સિટીમાં કૂલ ૩૩૮૪૧ નવા વાહનો ઓન રોડ થયા છે. નવરાત્રિના પ્રારંભથી ગત ગુરૂવાર સુધીમાં સુરત આરટીઓના ચોપડે નવા ૨૭૭૦૮ ટુ-વ્હીલર અને ૬૧૩૩ મોટરકારનું રજીસ્ટ્રેશન થયું છે. તો, વર્ષ ૨૦૨૫ના પૂર્ણ થયેલા સાડા નવ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ વાહનો સુરતમાં ૧૯૯૧૫૩ વેચાયા હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં બે આરટીઓ કચેરી કાર્યરત છે. આ બંને કચેરીઓમાં થયેલા નવા વાહનોના રજીસ્ટ્રેશનને જોડવામાં આવે તો અમદાવાદ શહેરમાં કૂલ ૨,૩૧,૦૫૧ નવા વ્હીકલોના રજીસ્ટ્રેશન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

