સી.આઈ.એસ.એફના સંરક્ષણના સભ્યો માટે સ્વસ્થ મહિલા, મજબુત પરિવારની થીમ પર તબીબી આરોગ્ય શિબિર યોજાઈ
Posted On: |1 min read

CISF યુનિટ ASG સુરતના કોન્સ્ટેબ્યુલરી સભ્યો માટે *"સ્વસ્થ મહિલાઓ, મજબૂત પરિવાર" થીમ પર એક તબીબી આરોગ્ય શિબિરનું આયોજન શ્રદ્ધા મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. જેનું નેતૃત્વ ડો.પવન ડી. પટેલ (MD, મેડિસિન) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અવસરે મહિલાઓને અસર કરતા વિવિધ પ્રકારના કેન્સર વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. વહેલા નિદાન અને નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં, ડૉ. શેઠના, એક અગ્રણી ડાયેટિશિયને મહિલાઓના સ્વાસ્થ્ય વિશે મૂલ્યવાન માહિતી શેર કરી, સંતુલિત આહારના મહત્વ સમજાવ્યું હતું. દૈનિક ભોજનમાં આવશ્યક પોષક તત્વોનો સમાવેશ કરવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે, CISF યુનિટ સુરત એરપોર્ટના કમાન્ડન્ટ/CASO શ્રી કુમાર અભિષેકએ આભાર વ્યક્ત કર્યો હતો.

