Voice of Surat

ભારે વરસાદથી ખેત પાક-વાવેતરને થયેલા નુકસાનના વળતર માટે રાહત-સહાય પેકેજની જાહેરાત

Posted On: |2 min read
18 તાલુકાના 800 ગામોના ખેડૂતોને 947 કરોડ ચૂકવાશે

રાજ્યમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 દરમિયાન થયેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું. એમાં પણ ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, અને વાવ-ધરાદ જેવા 5 જિલ્લાના 18 તાલુકાના લ ગ ભ ગ 800 ગામોમાં કૃષિપાકને ભારે નુકસાન થયું હતું. આ ખેડૂતોના ખેતી પાક-વાવેતરને થયેલા નુકસાનીનું પૂરતું વળતર મળી રહે એટલે ગુજરાત સરકારે નવા વર્ષ અગાઉ જ રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ સહાય પેકેજમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની જોગવાઈ મુજબ રૂ. 563 કરોડ અને રાજ્ય સરકારે તેના બજેટમાંથી વધારાની 384 કરોડની સહાય ઉમેરી છે.કૃષિમંત્રી જીતુ વાધાણીએ જણાવ્યું છે કે, દિવાળીના તહેવારોમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની ખાસ ચિંતા કરીને અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ કૃષિ વિભાગ સાથે ચર્ચા કરીને મહત્વનો નિર્ણય કર્યો છે.
આ રાહત સહાય ચોમાસુ-ખરીફ ઋતુમાં વાવેતર કરાયેલા મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી, કઠોળ પાકો તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલા નુકસાન બદલ ચૂકવાશે. સરકારે વાવ, થરાદ, પાટણ જિલ્લાના ખેડૂતો માટે વિશેષ સહાયની જાહેરાત કરી છે. આમ, રાજ્ય સરકારે ખેડૂતો માટે કુલ રૂ. 3447 કરોડની મોટી જાહેરાત કરી છે.
વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પુરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ-નિવારણ भाटे Flood Mitigation Measures તરીકે ખાસ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવાનું નક્કી કરાયું છે. આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે રાજ્યમાં સૌ પ્રથમવાર અલગથી રૂ.૨૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવશે અને વધુ જરૂર પડશે તો રૂ.૫૦૦૦ કરોડ કે તેથી વધુની જે જરૂર પડે એની પણ જોગવાઈ કરાશે.