રાજકોટમાં વધુ એક હત્યા છરીના ઘા ઝીંકી પતાવી દીધો
Posted On: |1 min read

રાજકોટમાં દિવાળીના પર્વ પર જામનગર રોડ પર આવેલ સી.એલ.એફ ક્વાર્ટરના પટાંગણમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવકને તેના જ મિત્રો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના જામનગર રોડ પર રેન્જ આઈજી ઓફિસની સામે આવેલા સી.એલ.એફ ક્વાર્ટરના પટાંગણમાં કમલ બીપીનભાઈ મૂળિયા (ઉં.વ.૩૦)ને તેના જ બે મિત્રોએ કોઈ બાબતનું મનદુઃખ થતા ઉશ્કેરાય છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં ૪ શખસોએ આવી ૨ શખસોને બહાર ઊભા રાખી બાકીના ૨ શખસોએ ક્વાર્ટરમાં પ્રવેશ કરી ક્વાર્ટરના પટાંગણમાં જ કમલને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

