Voice of Surat

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર!!

Posted On: |2 min read
ભારતીય વસ્તુઓ પર ટ્રમ્પ વહીવટીતંત્ર ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૫%-૧૯% સુધી લઈ જઈ શકે!

ભારત અને અમેરિકા વચ્ચે એક વિશાળ દ્વિપક્ષીય વેપાર કરાર પર આવતા મહિને નવેમ્બરમાં, હસ્તાક્ષર થવાની પ્રબળ સંભાવના છે. આ કરાર ભારતીય વેપાર માટે ખૂબ જ મોટો લાભ લઈને આવે તેવી અપેક્ષા છે, કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય ચીજવસ્તુઓ પરના ટેરિફમાં જંગી ઘટાડો કરી શકે છે. ટ્રમ્પ દ્વારા જંગી ટેરિફ કટ રિપોર્ટ અનુસાર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય માલસામાન પરના આકરા ટેરિફમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.
* હાલમાં જે દરો ૫૦% સુધી છે. તેને ઘટાડીને ૧૫% થી ૧૯% ની રેન્જમાં લાવવામાં આવી શકે છે.
* બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારના નિષ્કર્ષ ડ્રાફટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.

* યુએસ કૃષિ ઉત્પાદનોની આયાત: ભારત યુનાઇટેડ સ્ટેટ્સમાંથી GMO મકાઈ (કોર્ન) અને સોયામીલ (Soymeal) ની આયાતને મંજૂરી આપી શકે છે.
* યુએસમાંથી ખરીદીમાં વધારો: ભારત તેના વેપાર સરપ્લસને ઘટાડવામાં મદદ કરવા માટે યુએસમાંથી ઊંચી આયાત કરવાની સંભાવના છે.
* ઊર્જા ખરીદી: ભારત અમેરિકન તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ની ખરીદીમાં પણ વધારો કરે તેવી શક્યતા છે.
આ કરાર માત્ર વેપાર સંબંધોને મજબૂત કરશે નહીં. પરંતુ તે ભૌગોલિક રાજકીય સ્તરે પણ મહત્વપૂર્ણ રહેશે. મોદી-ટ્રમ્પની આગામી બેઠક આ બિલકુલ અંતિમ કરાર પર હસ્તાક્ષર થાય તે પહેલાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાના અંતમાં, મલેશિયાના કુઆલા લમ્પુર ખાતે મળવાના છે. જ્યાં આ વેપાર વાટાઘાટોને અંતિમ ઓપ આપવામાં આવી શકે છે. આ કરારથી ભારતીય નિકાસકારોને અમેરિકન બજારમાં નોંધપાત્ર રાહત અને સ્પર્ધાત્મકતા મળી શકે છે.