પરિપત્રના વિરોધમાં પહેલી 1 નવેમ્બરથી રાજ્યની 17 હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય

સરકાર સમક્ષ કરવામાં આવેલી પડતર માંગણીઓ પૂરી ના થતાં તેમજ વિવાદિત પરિપત્રના વિરોધમાં આગામી 1 નવેમ્બરથી ગુજરાતભરની 17 હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય નિર્ણય લેવામાં આવ્યો છે.
વિવાદિત પરિપત્ર કરીને સસ્તા અનાજના દુકાનધારકોને ગુલામ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ દોઢ વર્ષ અગાઉ સરકાર સમક્ષ કેટલીક પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. હકીકતમાં સરકાર દ્વારા નવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાશનના વેપારીઓને માલ ખરીદતી વખતે કમિટીના 9 સભ્યોની હાજરીમાં જ માલની ડિલિવરી લેવાની ફરજ પાડવામાં આવી છે. આ સાથે જ તમામ સભ્યોના બાયોમેટ્રિક રજૂ કરવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જો કે તેને લઈને હજુ સુધી કોઈ પગલા લેવામાં ના આવતા રોષે ભરાયેલા સસ્તા અનાજના દુકાનદારો તેમજ સંગઠન આગામી 1 નવેમ્બરથી વિતરણ પ્રથાથી અળગા રહીને આંદોલનનો માર્ગ અપનાવશે.

