Voice of Surat

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા: સ્વાગત રેલી ન યોજવા અપીલ કરી

Posted On: |1 min read
Voice of Surat News

રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન યોજવા અપીલ કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક શહેરીજનોને રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચતા, સુરતના કાર્યકરો તેમજ શુભેચ્છકો તેમના ભવ્ય સ્વાગત અને અભિવાદન રેલી માટે મોટી સંખ્યામાં આતુર હતા. પરંતુ શ્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું. દિવાળીના માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતના માર્ગો પર જો સ્વાગત રેલી યોજાય તો સામાન્ય જનતાને મોટી અગવડતા પડતી. જનહિતને પ્રાથમિકતા આપતા શ્રી સંઘવીના આ પગલાંને કાર્યકરો તેમજ નાગરિકોએ પણ આવકાર્યો છે.