Voice of Surat

ચોર્યાસી અને કતારગામના પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ અને નકશા જાહેર

Posted On: |1 min read
Voice of Surat News

સુરત કતારગામ શહેરના અને ચોર્યાસી તાલુકાના પીપલોદ વિસ્તારના અમુક ભાગોને હવે જમીન મહેસુલ અધિનિયમ હેઠળ સિટી સર્વેમાં દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.આ વિસ્તારો માટે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ અને નકશાઓને જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ જુની બહુમાળી બિલ્ડિંગના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.૧ની કચેરીના શીટ નં.૧૦૦ના ચાલત નં.૧૮૯નો રેકર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જે તા.૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પ્રમાણિત થવાનો છે. આ રેકર્ડ બહુમાળી મકાન, નાનપુરાના એ-બ્લોકના સાતમા માળે કાર્યરત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.૧ની કચેરીમાં જાહેર નિરીક્ષણ માટે મુકવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થાને પ્રોપર્ટી કાર્ડ, નકશા અથવા રેકર્ડ અંગે વાંધો હોય તો તે તા. ૩૦મી ઓક્ટોબર સુધી લેખિતમાં રજૂ કરી શકે છે. તે જ રીતે, ચોર્યાસી તાલુકાના પીપલોદ ટી.પી.૦૬ વિસ્તારને સિટી સર્વેમાં દાખલ કરવા માટે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.૪ની કચેરીના શીટ નં.૧૬, ચાલત નં.૧૪નો રેકર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જે તા. ૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પ્રમાણિત થવાનો છે. આ રેકર્ડ સી-બ્લોકના છઠ્ઠા માળે કાર્યરત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.૪ની કચેરીમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. વાંધા કે રજૂઆતો તા. ૫ નવેમ્બર સુધી સ્વીકારવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.