સુરત શહેર - જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વેકેશમાં ફાર્મ હાઉસ લોકોની પહેલી પસંદ

સામી દિવાળીની સાથે સાથે વેકેશનની પણ ઉજવણી સુરતી લાલાઓએ શરુ કરી દીધી છે. વેકેશન અને સ્ટેકેશન માટેના ડેસ્ટિનેશન પણ સુરતીલાલાઓના ફિક્સ થઇ ગયા હોવાનું દેખાઇ આવે છે. એવામાં જ યુવાનોમાં મિત્રો અે ફેમિલી સાથે સ્ટેકેશ પ્રચલિત થઇ રહ્યું છે. જે માટે લોકો સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ગ્રીન કવર ધરાવતા વિસ્તારોમાં ફાર્મ હાઉસ બુક કરી રહ્યાં છે. એટલું જ નહીં સુરત જિલ્લાના મોટા ભાગના ગામોમાં ફેમિલી સાથે વેકશન એન્જોય કરવા ફાર્મ હાઉસ બુુક કરી લીધા હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોટુ વેકેશન માણી શકતાનથી અથવા ટૂંકી રજાઓના કારણે શહેરની બહાર જઇ શકતા નથી. એવા લોકોમાં સ્ટેકેશનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેથી તેઓ સુરત જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં ગામડાઓમાં ફેમિલિ સાથે ફાર્મ હાઉસ બુકી કરી રહ્યાં છે. હાલ લોકો બે થી ચાર દિવસ માટે બુકીગ કરી રહ્યાં છે. પ્રતિ દિવસ બે થી પાંચ હજાર સુધીનું રેન્ટ ભરી રહ્યાં છે જ્યાં તેઓ ફેમિલી સાથે સમય પસાર કરી દિવાળી ઉજવણી કરી શકે.

