ગુજરાત ગેસના બિલમાં કાયમ બબાલ - સંદીપ દેસાઇ

સુરત જિલ્લામાં વિવિધ વહીવટી અને જાહેર હિતના પ્રશ્નોના ઉકેલ માટે સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ધારાસભ્ય સંદીપ દેસાઈએ ગુજરાત ગેસ કંપની સંબંધી લોકહિતના મુદ્દા રજૂ કરતાં જણાવ્યું કે, શહેરના કેટલાક વિસ્તારોમાં ગેસ બિલ વિતરણમાં અનિયમિતતા, અડાજણ કચેરીમાં બિલ સ્વીકારવામાં વિલંબ તેમજ ગ્રાહક ફરિયાદોમાં વધુ રાહ જોવી પડે છે, આવી અનેક સમસ્યાઓ નાગરિકો સામે આવી રહી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને તાત્કાલિક પગલા લઈ સમસ્યાનું સમાધાન લાવવા સ્પષ્ટ સૂચના આપી હતી.
કલેક્ટરે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી
સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં હાજર ધારાસભ્યો, અધિકારીઓ તથા કલેક્ટરે પરસ્પર દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા નવા વર્ષે જિલ્લાનો સર્વાંગી વિકાસ, જનતાની સુખાકારી અને વહીવટી વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, તેમજ વિવિધ વિભાગોના પ્રાંત અધિકારીઓ અને વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીએ કર્યું હતું.

