Voice of Surat

સાયબર ફ્રોડમાં આરોપીના પાસાના હુકમને રદ કરતી ગુજરાત હાઈકોર્ટ

Posted On: |1 min read
Voice of Surat News

ફરિયાદી અને તેની પત્ની સાથે સાયબર ફ્રોડ અને છેતરપિંડી કરનાર આરોપી પર સુરત પોલીસ એ કરેલા પાસા ના આદેશ ને હાઇકોર્ટ એ રદ કર્યો હતો.આરોપી તરફે સ્થાનિક વકીલ અનીસ શેખ અને અરબાઝ શેખ તથા હાઇકોર્ટ ગજેન્દ્ર બાગેલ હતા.

આ કેસ ની ટૂંકી હકીકત એવી છેકે તારીખ 12/12/2025 ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશન દ્વારા બી.એન.એસ ની કલમ -318(4), 54 અને આઈ.ટી એક્ટ ની કલમ -66(ડી) મુજબ ફરિયાદ નોંધવા માં આવી હતી.આરોપી એ ઓક્ટોમ્બર 2024 થી ડિસેમ્બર 2024 સુધી ફરિયાદી એ તેમના પત્ની ને શેરબજાર માં રોકાણ કરવાનું કહીને ફરિયાદી અને તેમની પત્ની નું બેંક એકાઉન્ટ ઓપરેટ કરી ઓનલાઈન થગાઈ કરી હતી. જેથી આરોપી એ પોલીસ ધરપકડ થી બચવાં વકીલ અનીસ શેખ મારફતે સુરત સેશન્સ કોર્ટ માં આગોતરા જામીન અરજી કરી હતી. અને કોર્ટ એ આરોપી ની આગોતરા જામીન શરતો ને આધીન મંજુર કર્યા હતા.