નેસ્લેના નવા સીઈઓ 16000 નોકરીઓ પર કાતર મુકાશે

નેસ્લે (Nestlé) આગામી બે વર્ષમાં વિશ્વભરમાં કુલ 16000 નોકરીઓ ખતમ કરવા જઈ રહી છે. આ મોટો નિર્ણય કંપનીના નવા સીઈઓ ફિલિપ નવરાટિલે લીધો છે.
મળતી માહિતી મુજબ કંપનીએ જણાવ્યું કે, આ 16000 પદમાંથી આશરે 12,000 પદ વ્હાઈટ કૉલર કર્મચારીઓ માટે હશે. આ છટણી કંપનીના 1 અબજ સ્વિસ ફ્રેન્ક બચાવવામાં મદદ કરશે. પહેલાંથી જ નેસ્લેના પ્રોડક્શન અને સપ્લાય ચેઈન સેક્ટર્સમાં 4000 નોકરી કપાશે. હવે અન્ય 12,000 પદ પણ દૂર કરવાની યોજના ઘડી છે. નેસ્લે પાસે વિશ્વભરમાં 2,000 થી વધુ બ્રાન્ડ્સ છે. કંપની હવે ખર્ચ ઘટાડવા અને વધુ નફો મેળવવા તેમજ ભવિષ્યમાં વૃદ્ધિની સંભાવના ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય દ્રષ્ટિકોણથી નેસ્લે ઇન્ડિયા લિમિટેડ નેસ્લેની ભારતીય પેટાકંપની છે. કંપનીના શેરનો ભાવ રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. શેરનો વધારો મુખ્યત્વે કંપનીની વિસ્તૃત કામગીરી અને વેચાણને કારણે થયો હતો, જેમાં સ્થાનિક વેચાણમાં 10.8% વધારો થયો હતો. કામગીરીમાંથી કુલ આવક આશરે રૂ. 5,643.6 કરોડ હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 10.6%નો વધારો દર્શાવે છે.

