Voice of Surat

ભારતની મહત્ત્વપૂર્ણ માગ ફગાવી, પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિન

Posted On: |1 min read
ભારત લાંબા સમયથી રશિયાને પાકિસ્તાનને આ એન્જિન સપ્લાય કરવા વિનંતી કરી રહ્યું છે

ભારતે લાંબા સમયથી રશિયાને અપીલ કરી હતી કે તે પાકિસ્તાનને એન્જિન ન વેચે, કારણ કે તે પાકિસ્તાની વાયુસેનાની તાકાત અને આધુનિકીકરણ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરે છે. જોકે, મોસ્કોએ ભારતને અવગણ્યા અને એન્જિન સપ્લાય ચાલુ રાખવાનો નિર્ણય લીધો. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરના ભારત-પાકિસ્તાન સંઘર્ષ બાદ ભારતે રશિયાને એન્જિન સપ્લાય બંધ કરવા પણ અપીલ કરી હતી.

JF-17 એ 4.5-જનરેશનનું ફાઇટર જેટ છે જે પાકિસ્તાન ચીનની મદદથી સ્વદેશી રીતે બને છે. આ ફાઈટર જેટના પ્રારંભિક પ્રકારો, બ્લોક I અને બ્લોક II, ઘણીવાર ઓછી કિંમતના, મધ્યમ-અંતરના ફાઈટર તરીકે વર્ણવવામાં આવતા હતા, પરંતુ બ્લોક III એક અદ્યતન ફાઈટર જેટ છે. આ પ્રકારમાં AESA રડાર, હેલ્મેટ-માઉન્ટેડ ડિસ્પ્લે, અદ્યતન ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને ચીની બનાવટના PL-15 લાંબા અંતરની મિસાઈલો છે. પાકિસ્તાનનો દાવો છે કે JF-17 ફાઈટર જેટમાં રાફેલ અને સુખોઈ-30MKI જેવી જ ક્ષમતાઓ છે. જો કે,નિષ્ણાતો આ દાવાને નકારી કાઢે છે. તેમ છતાં, જેમ સુખોઈ-30MKI ભારતીય વાયુસેનાનો આધારસ્તંભ છે. તેવી જ રીતે JF-17 પાકિસ્તાની વાયુસેનાનો આધારસ્તંભ છે. પાકિસ્તાની સેના પાસે JF-17 ફાઈટર જેટનો સૌથી મોટો કાફલો છે.