‘લબુબુ ડોલ’ અમિતાભ બચ્ચનની કારમાં લટકતી જોઈને આશ્ચર્ય ફેલાયું
Posted On: |1 min read

અમિતાભ બચ્ચને એક ટૂંકો વીડિયો શેર કર્યો છે, જેમાં કારના કાચ નજીક લબુબુ ડોલ લટકતી જોવા મળે છે. અમિતાભ બચ્ચને વધુ સરપ્રાઈઝ ઊભું કર્યા વગર સીધુ કહી દીધુ હતું, આ લબુબુ ડોલ તેમની કારમાં લટકી રહી છે. બચ્ચન પણ લબુબુ ટ્રેન્ડમાં જોડાયા હોવા બાબતે ઘણાં લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. જ્યારે કેટલાકે લબુબુ પ્રત્યેના લગાવ માટેના કારણ પણ પૂછ્યા હતા. અમિતાભ બચ્ચન પહેલા અનન્યા પાંડે, શિલ્પા શેટ્ટી અને ઉર્વશી રાઉતેલા લબુબુ ટ્રેન્ડમાં જોડાઈ ચૂક્યા છે અને લબુબુ સાથેના ફોટો-વીડિયો શેર કરેલા છે. લબુબુની સાથે આર્ટ, ટોય, વર્લ્ડ, કલેક્ટર, એડિક્ટ, વાઈબ્સ, લવ જેવા શબ્દો ઉમેરીને તેમણે લબુબુ માટેનો પ્રેમ પણ દર્શાવ્યો હતો. બિગ બીની આ પોસ્ટના પગલે સેંકડો યુઝર્સ એક્ટિવ થઈ ગયા હતા.

