કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર આરોપી જામીન મુકત

સુરત શહેરના લિંબાયત પરવતગામના તા.૨૯/૦૯/૨૦૨૫ ના રોજ ફરિયાદી ની સગીર બહેન જેની ઉ.આ. 16 વર્ષ. અળધી રાત્રે કઈને કહ્યા વગર ઘરેથી ગુમ ગયેલ અને કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ ગયેલ તેવી ફરીયાદ સગીર બહેન ના ભાઈએ લીંબાયત પોલીસ સ્ટેશનમાં આપી હતી. લીંબાયત પોલીસે તપાસ કરતાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર આરોપી રેહવાસી લિંબાયત એ લગ્ન કરવાના ઈરાદે સગીરને ભગાડી ગયેલ. બિહાર, અમનોર ગામ ખાતે થી બંનેને પોલીસે શોધી કાઢેલ અને બાળકિશોર આરોપી વિરુદ્ધ માં ભારતીમ ન્યાય સંહિતા તથા પોકસો મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને બાળકિશોર આરોપીને ડિટેઇન કરી, જુવેનાઈલ કોર્ટમાં રજુ કરી, ઓબ્ઝર્વેશન હોમ, પાર્લે પોઈન્ટ સુરત મોકલી આપેલ.કાયદા ના સંઘર્ષ માં આવેલ બાળ કિશોરે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના અધ્યક્ષ તથા જજ કે.બી. મકવાણા સાહેબ ની કોર્ટે માં જામીન અરજી કરેલ અને કોર્ટે રૂપિયા પચ્ચીસ હજારનાં જામીન ઉપર મુક્ત કરેલ. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ના વકીલ જાવેદ મુલતાની તરફે એવી દલીલ કરવામાં આવેલ કે, "બાળકિશોર ના વાલી અને માતા તરીકે કબજો સ્વીકારીશું,ટ્રાયલ વખતે હાજર રાખીશું," બાળકિશોર નાંસી-ભાગી જાય તેવો નથી, ચાર્જશીટ આવી ગયેલ છે, કેસ ચાલતાં લાંબો સમય લાગે તેમ છે, જામીન ઉપર મુક્ત કરવા માટેના પ્રસ્થાપિત સિદ્ધાંતો વાળા ચુકાદા સંજય ચંદ્રા, ગુડિકાંતા,ખુર્શીદ વિ. સ્ટેટ ઓફ રાજસ્થાન મુજબ જામીનનો લાભ મળવો જોઈએ.અને કોર્ટે પોતાના ચુકાદામાં ટાંકેલ કે જામીન અરજીના નિર્ણય કરતી વખતે કેસના ગુણદોષ કરતાં બાળક નું હિત ધ્યાને લેવાનુ રહે છે. અને જામીન મુક્ત બાદ ફરીથી બાળકિશોર આવા ગુનામાં સંડોવાશે કે કેમ?, બાળકિશોરના વાલી શારીરિક,માનસિક, મનોવૈજ્ઞાનિક જોખમ ઊભું ન થાય તેની કાળજી લેશે કે કેમ?, વાલીએ યોગ્ય સંભાળ રાખવાની તૈયારી બતાવી છે? બાળ કિશોરનો ગુનાહિત ઈતિહાસ નથી, પ્રોબેશન અધિકારી નો રિપોર્ટ, તપાસ કરનાર અમલદારનો રીપોર્ટ જોતાં જુવેનાઇલનું હિત, તેનો વિકાસ જોતાં તેને બાળ સુધાર ગૃહમાં ન રાખી વાલી અને સગીરનું હિત જળવાય રહે તે જોવું જરૂરી છે.જેથી, શરતો ને આધિન બાળ કિશોર નો કબજો સુપરત વાલી ને સુપરત કરેલ અને શરત પ્રમાણે જણાવેલ કે, "અન્ય કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય નહિ તેની કાળજી રાખવી, વર્તન અને વર્તણૂક ઉપર ધ્યાન અને નિયંત્રણ રાખવું, પ્રમાણિકતાપૂર્વક જીવન જીવવું વિગેરે શરતોને આધિન કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને જામીન ઉપર મુકત કરેલ અને વાલીને કબજો સોપેલ. જમીન અરજી ની સુનાવણી માં વકીલ જાવેદ મુલતાની, જુનેદ મન્સુરી, રેખા માલી નાઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળેછે.

