Voice of Surat

વેસુના વેપારી સાથે ૧.૭૧ કરોડની છેતરપિંડીમાં દિલ્હીની મહિલા સહિત બેના જામીન મંજૂર

Posted On: |1 min read
Voice of Surat News

સુરત શહેરના વેસુ ખાતે રહેતા વેપારીને સીરીયલ અને વેબ સીરીઝમી કામ અપાવવાના બહાને રૂપિયા 1.71 કરોડ પડાવવાના કેસમાં દિલ્હીની ઠગ ગેંગના વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરૌનીયાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા હતા. બચાવ પક્ષે સિનિયર વકીલ વહાબ શેખ અને રહીમ શેખ હાજર રહ્યા હતા.વેસુ ખાતે સેલીબ્રીટી ગ્રીનમાં રહેતા રાહુલ માગીલાલ રાઠોડ દીલ્હીના અલ્કા ઠાકુર બરોનિયા, અરમાન ખાન ઉર્ફે વકાર આલમ, શિવા ઠાકુર ઉર્ફે મોહિત, અને વિવેક રાજપુત ઉર્ફે રાહુલ રોય સામે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઠગ ગેંગે રાહુલ રાઠોડ પાસેથી સીરીયલ-વેબ સીરીઝમાં કામ અપાવવાના બહાને ૧.૭૧ કરોડ ખંખેરી લીધા હતા. ત્યારબાદ કામ નહી અપાવી વિશ્વાસઘાત કર્યો હતો. આ કેસમાં દિલ્હી ખાતેથી વિવેક ઉર્ફે રાહુલ રોય (રહે.મહરોલી જહાજમહાલ ની સામે દિલ્હી) અને અલકા બરૌનીયા( રહે રાજાપુરી ગલી નંબર એક ઉત્તમ નગર દિલ્હી)એ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટે બંને આરોપીના જામીન મંજૂર કર્યા હતા. બચાવ પક્ષે સિનિયર વકીલ અબ્દુલ વહાબ શેખ અને વકીલ રહીમ શેખ હોવાનું જાણવા મળે છે.