Voice of Surat

ઉનના બિલ્ડર ઐયુબ ઝમઝમ ચેક રિટર્ન કેસમાં નિર્દોષ

Posted On: |1 min read
Voice of Surat News

વર્ષ 2020માં ફરિયાદી પાસેથી એક ટ્રક ખરીદી કરી તેની ચુકવણી પેટે હાલનો તકરાયેલ ચેક આપેલ જે ચેક ફરિયાદીએ બેંકમાં ડિપોઝિટ કરતા ચેક ભંડોળના અભાવે પરત ફરેલ જેની ફરિયાદીએ આરોપી ઉપર સુરત કોર્ટમાં ની કલમ 138 મુજબની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આરોપી તરફે વકીલ અસલમ એમ શેખ તથા વકીલ નીલોફર એમ શેખ હાજર રહ્યા હતા અને કેસને કાર્યવાહી આગળ ચલાવી હતી. આરોપી ઐયુબ ઝમઝમ તરફે વકીલ અસલમ શેખ તથા નિલોફર શેખ એ દલીલ કરી હતી કે આરોપીએ ફરિયાદી પાસેથી કોઈ ટ્રક ખરીદી કરેલ નથી અને તકરારી ચેક ટ્રકની ખરીદ રકમ પેટે ચૂકવેલ નથી અને તકરારી ટ્રક પણ ફરિયાદીના નામે નથી જે હકીકત નામદાર કોર્ટમાં સાબિત કરતા જે.એમએફસી સુરત કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનું હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.