કાપોદ્રા વિસ્તારમાં થયેલ લૂંટના આરોપીની જામીન અરજી મંજૂર કરતી સુરત ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટ
Posted On: |1 min read

સુરત શહેરના કાપોદ્રા પોલીસ વિસ્તારમાં બે મહિના પહેલા આરોપી એ તેના સાથી ઓ સાથે રાત ના સમયે ઓટોરિક્ષા માં સવાર થઇને ગયેલ અને આગળ જતા તેને રિક્ષાચાલક ની રિક્ષા રોકી તેને માર મારી ને શારીરિક ઇજા પહોંચાડીને ઓટોરિક્ષા તેમજ તેનો મોબાઈલ અને અન્ય રોકડ રકમ ની લૂંટ કરી ને તેમજ ઇજા પહોંચાડીને, સહ આરોપીઓ સહિત નાસી ભાગી ગયેલ, જેની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ, અને એડવોકેટ દિલશાદ ખટીક નાઓ આરોપી ની જમીન અરજી કરેલ. નામદાર સુરત ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટે એડવોકેટ દિલશાદ ખટીક ની દલીલો ની માન્ય રાખી યોગ્ય શરતો ને આધિન જમીન અરજી મંજૂર કરી હતી.

