Voice of Surat

અદાણી એન્ટરપ્રાઇઝે વાર્ષિક 8.90% સુધી ઉપજ આપતા રુ.૧૦૦૦ કરોડના NCDનો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો

Posted On: |3 min read
Voice of Surat News

૧૯૯૩ થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયોના નિર્માણનો બહોળો અનુભવ ધરાવતી અને બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ બની રહેલી અદાણી જુથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિ. (AEL) એ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના ત્રીજા પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. આ ઇસ્યુ તા. ૬ઠ્ઠી જાન્યુઆરી, મંગળવારે ખુલશે અને તા.૧૯ જાન્યુઆરી-૨૬ના સોમવારે બંધ થશે. જેની વાર્ષિક ઉપજ 8.90% સુધી હશે. આ એનસીડી ૨૪ મહિના, ૩૬ મહિના અને ૬૦ મહિનાના સમયગાળા માટે ઉપલબ્ધ છે, જેમાં આઠ શ્રેણીમાં ત્રિમાસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચુકવણી વિકલ્પો છે.

અદાણી ગ્રુપના ગ્રુપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જુગેશિન્દર 'રોબી' સિંઘે જણાવ્યું હતું કે કંપનીનો આ ત્રીજો NCD ઇશ્યુ ભારતના મૂડી બજારોમાં કંપનીના પ્રવેશને વિસ્તૃત કરવા અને લાંબા ગાળાના માળખાગત વિકાસમાં રિટેલ રોકાણકારોને હિસ્સેદાર બનાવવાના અમારા પ્રયાસમાં વધુ એક પગલું છે. તેમણે કહ્યું હતું કે આ પહેલાની અમારી બે ઓફરને મળેલો મજબૂત આવકાર અમારી વ્યૂહરચના અને નાણાકીય શિસ્તમાં વિશ્વાસને તાકાતવાન બનાવે છે.તેમણે ઉમેર્યું હતું કે AEL ભારતના આર્થિક પરિવર્તનને શક્તિ આપતા ભારતના એરપોર્ટ અને રસ્તાઓથી લઈને ડેટા સેન્ટર્સ અને ગ્રીન હાઇડ્રોજન સુધીના વ્યવસાયો બનાવવા પર ઇન્ક્યુબેટર તરીકે ધ્યાન કેન્દ્રિત કરે છે.

ICRA લિ. અને CARE રેટિંગ્સ લિ. દ્વારા AA અને ‘સ્થિર’ આઉટલુક રેટિંગ ધરાવતા પ્રસ્તુત આ NCD સમાન રેટિંગ ધરાવતા NCD અને ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં સ્પર્ધાત્મક ઉપજ આપે છે. વહેલા તે પહેલાના ધોરણે ફાળવવામાં આવનાર રુ.૧૦૦૦ કરોડના આ ઇશ્યૂમાં રુ.૫૦૦ કરોડનો બેઝ ઇશ્યૂ અને ₹૫૦૦ કરોડ સુધીનો ગ્રીન શૂ વિકલ્પ શામેલ છે. આ ઇ્સ્યુ BSE અને NSE પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે.

ગયા વર્ષે જુલાઈમાં AELનો રુ.૧,000 કરોડનો બીજો NCD ઇશ્યૂ પહેલા દિવસે માત્ર 3 કલાકમાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. છૂટક રોકાણકારો માટે લિસ્ટેડ ડેટ પ્રોડક્ટ (NBFCs સિવાય) ઓફર કરતી AEL એકમાત્ર ખાનગી કોર્પોરેટ છે. તાજેતરના વ્યાજ દરમાં ઘટાડા અને નરમ વ્યાજ દર ચક્રના સંદર્ભમાં સ્થિર નિશ્ચિત-આવકના માર્ગો શોધતા રોકાણકારો માટે AELનો NCD ઇશ્યૂ યોગ્ય સમયે આવ્યો છે. પ્રત્યેક એનસીડીની મૂળ કિંમત રુ.૧000 છે. દરેક અરજી ઓછામાં ઓછી 10 એનસીડી માટે અને ત્યારબાદ 1 એનસીડીના ગુણાંકમાં અને ઓછામાં ઓછી અરજી રુ.૧0,000ની કરવાની રહેશે.ઇશ્યુની રકમના ઓછામાં ઓછા ૭૫%નો ઉપયોગ કંપની દ્વારા મેળવેલા ઋણની પૂર્વ ચુકવણી કે ચુકવણી અથવા સંપૂર્ણ કે આંશિક ચુકવણી માટે અને/અથવા આવા દેવા પરના કોઈપણ વ્યાજ અને બાકીની રકમ (મહત્તમ ૨૫% સુધી) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.

છેલ્લા છ માસમાં AELએ તેના હસ્તકના નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નાનાસા-પીડગાંવ HAM જેવા મોટા પ્રક્લપોને સમયસર કાર્યાન્વિત કરી કાર્યક્ષમતાની તેની મુખ્ય તાકાત પુરવાર કરી છે. તદુપરાંત ગૂગલ અને અદાણીકોનેક્સે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ભાગીદારી કરી છે. ઉપરાંત ઉત્તરાખંડમાં સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચેનો રોપવે અને બિહારમાં બે પ્રકલ્પ મુંગેર (સફિયાબાદ) થી સુલતાનગંજ રોડ અને સુલતાનગંજ રોડથી સબૌર રોડને હાઇબ્રિડ એન્યુઇટી મોડ મોડેલ હેઠળ જોડવાનો ત્રણ નવા પ્રોજેક્ટ્સ માટે એવોર્ડ લેટર પ્રાપ્ત થયો છે.