Ben Stokes એ મચાવ્યો ઘર આંગણે જોરદાર તરખાટ , જુઓ Video

ભારત અને ઈંગ્લેન્ડ હાલ 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. યજમાન ટીમ ઈંગ્લેન્ડને આંગણે ચાલી રહેલ આ શ્રેણીમાં ભારત સામે ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ વધારે મજબૂત દેખાઈ રહ્યા છે ત્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ ઘર આંગણે એક કમાલ કરી નાખી છે.
8 વર્ષમાં પહેલી વાર કમાલ થઈ
ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમી રહેલ ભારતીય ટીમ સામે હાલ કોઈ ખેલાડી સૌથી મોટો માથાનો દુખાવો સાબિત થયો હોય તો તે અન્ય કોઈ નહીં પણ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ છે. માન્ચેસ્ટર ખાતે બેન સ્ટોક્સે ધમાકેદાર બોલિંગ કરીને ઈન્ડિયા સામે જોરદાર તરખાટ મચાવ્યો હતો. બેન સ્ટોક્સે અડધી ભારતીય ક્રિકેટ ટીમને એકલા હાથે પેવેલિયન તરફ વળતી કરી મૂકી હતી. બેન સ્ટોક્સે આ કમાલ 8 વર્ષ બાદ કરીને એક નવો કીર્તિમાન તેના નામે કર્યો છે.
બેન સ્ટોક્સનો ઈંગ્લેન્ડમાં ઇતિહાસ
આમ પણ માન્ચેસ્ટરનું ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન ભારતીય ક્રિકેટ માટે વર્ષોથી અપશુકનિયાળ રહ્યું છે. શ્રેણીમાં પહેલેથી ભારતીય ટીમ 2-1થી પાછળ ચાલી રહી છે એવામાં બેન સ્ટોક્સે ટીમ ઈન્ડિયા સામે અલગ તરખાટ મચાવીને ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયાના પ્રથમ દાવમાં 5 વિકેટ લઈને 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટોક્સે 42 વર્ષ પછી ઘરઆંગણે 5 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.