Voice of Surat

હોલીવુડની સુપરમેનને પછાડી બોલીવુડની 'સૈયારા' ફિલ્મ થઈ સુપરહિટ, યુવાનોમાં ફિલ્મનો જબરજસ્દ ક્રેઝ

Posted On: |2 min read
Voice of Surat News

'સૈયારા' ફિલ્મ અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાને 6 દિવસ થયા બાદ પણ તેની કમાણીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં આ ફિલ્મનો જબરજસ્દ ક્રેઝ જોવા મળ્યો છે.

સ્ટાર ના હોવા છતાં 'સૈયારા' સુપરહિટ

'સૈયારા' સુપરહિટ થવા પાછળ ફિલ્મ વિવેચકોનું માનવું છે કે તે યુવાનોને વધુ પસંદ આવી રહી છે. કારણ કે લાંબા સમય બાદ યુવાનોને મનપસંદ રોમેન્ટીક વિષય પર આ ફિલ્મ બની છે. 'સૈયારા' ફિલ્મ 2025ની સુપરહિટ ફિલ્મની યાદીમાં આવી ગઈ છે. બોલીવુડની આ ફિલ્મે હોલીવુડની સુપરમેન ફિલ્મની ની બાજી બગાડી.

સુપરમેનને પછાડી સૈયારા આગળ

હોલીવુડની સુપરમેન ફિલ્મ દુનિયાભરમાં સુપરહિટ ગઈ છે. પરંતુ ભારતમાં સૈયારા સુપરમેનને પછાડી થોડા જ દિવસોમાં અધધધ..કમાણી કરી. હોલીવુડ ફિલ્મ સુપરમેન જ્યારે ભારતમાં રિલીઝ થઈ ત્યારે બીજી કોઈ ફિલ્મ ના હોવાના સારો લાભ મળ્યો. સુપરમેન જોવા તેના ફેન્સે થિયેટરની બારી છલકાઈ દીધી હતી. ભારતમાં સુપરમેન ફિલ્મે 2 અઠવાડિયામાં અંદાજે 44 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. પરંતુ જ્યારથી સૈયાર બોક્સ ઓફિસ પર આવી ત્યારથી આ ફિલ્મનું કલેકશન નબળું પડયું. જો કે આ પહેલા ભારતમાં હોલીવુડની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે હતી જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

મોટા સ્ટાર ના હોવા છતાં ફિલ્મ હિટ

સૈયારા ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર ના હોવા છતાં સુપરહિટ થઈ. આજે જ્યારે ફિલ્મને સફળ કરવા આજે મોટા કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ અનેક પ્રકારના સ્ટંટ કરે છે. ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં રહે એટલે કયારેક કલાકરો વચ્ચે ઝગડો અથવા હિરો-હીરોઈન વચ્ચે અફેરની અફવા જોવા મળતી હોય છે. પ્રમોશન માટે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો એક શહેરથી બીજા શહેરમાં જાય છે તેમજ મોટા શોમાં ગેસ્ટ બને છે.

યુવાનોમાં ફિલ્મનું જબરજસ્ત આર્કષણ

ત્યારે આ ફિલ્મ સફળ થવા પાછળ ફિલ્મી પંડિતોનું માનવું છે કે આ એક રોમેન્ટીક ફિલ્મ છે. લાંબા સમય બાદ બોલીવુડમાં 'મૈને પ્યાર કિયા', 'દિલ' અને 'આશિકી' જેવી ફિલ્મ થિયેટરમાં આવી છે. આ ફિલ્મમાં એવી સામગ્રી બનાવવામાં આવી જે યુવાનો સાથે જોડાઈ છે. આજના સમયમાં યુવાનો સાથે જોડાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે થિયેટરમાં જનારો મોટાભાગનો યુવાન વર્ગ છે અને એટલે જ આ ફિલ્મ આટલી સુપરહિટ થઈ છે. હાલમાં જે લોકો યુવાનીમાં પ્રવેશ કર્યો છે તેમના માટે આ ફિલ્મ આર્કષણ ઉભું કરવામાં સફળ રહી છે.