CDS જનરલ અનિલ ચૌહાણે એવુ કેમ કહ્યુ કે, 'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે'

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનુ ઓપરેશ સિંદૂરને લઇને એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે, ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. દેશની સૈન્ય તૈયારીઓનું સ્તર ઉંચુ હોવુ જોઇએ. તૈયારીઓ એવી હોવી જોઇએ કે સેના 24 કલાક 365 દિવસ એકદમ સજાગ રહે.
CDS અનિલ ચૌહાણનું નિવેદન
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણએ યુદ્ધની બદલાતી રણનીતિઓ પણ પર તેમણે કહ્યુ કે અત્યારના યુદ્ધ પારંપારિક સીમાઓમાં જ નથી સમાતા. પરંતુ તે પારદર્શી, આક્રમક અને બહુ ક્ષેત્રીય રૂપથી પણ વધારે જટિલ બની ગયા છે. તેમણે ઓપરેશન સિંદૂરને ક્રાંતિ કરાર આપ્યુ અને કહ્યુ કે આજના યુદ્ધનુ લેવલ બંદૂક અને ટેંકમાં જ સીમિત નથી રહેતુ.
ઓપરેશન સિંદૂરને લઇને કરી આ વાત
CDS ચૌહાણે વધુમાં ઓપરેશન સિદૂંરને લઇને વાત કીર કે યોદ્ધાએ એક સાથે વ્યૂહાત્મક, કાર્યકારી અને રણનિતી સ્તરે નિપુણ હોવું જોઈએ. તેમને થલ, જલ, વાયુની સાથે સાઇબર અને જ્ઞાનાત્મક યુદ્ધ જેવા નવા યુદ્ધ ક્ષેત્રોમાં પણ સક્ષમ થવુ પડશે. આ એક એવુ યુગ છે જેમાં એક ડ્રોન હુમલો, સાયબર એટેક, નેરેટિવ વોર અને અંતરિક્ષમાં અનેક મુશ્કેલીઓને એક બીજા સાથે જોડી શકે છે.
ભવિષ્યમાં હાઇબ્રિડ વોરિયરની પડશે જરૂર
CDS એ આ યુદ્ધને લઇને આગળ જણાવ્યુ કે ભવિષ્યમાં આપણે એવા હાઇબ્રિડ વોરિયરની પણ જરૂરત પડશે, જે બોર્ડર પર લડી શકે, ડ્રોનને નિષ્ક્રિય કરી શકો, શહેરમાં બળવાખોરી સામે ઓપરેશન ચલાવી શકે, રણમાં પણ પોતાની વ્યૂહરચના તૈયાર કરી શકે, સાયબર હુમલાઓનો જવાબ આપી શકે, યુદ્ધ વિરુદ્ધ પ્રભાવશાળી અભિયાન ચલાવી શકે.