Voice of Surat

Cambodia Thailand Border War મામલે UNSCએ બોલાવી બેઠક, જાણો શુ છે મામલો?

Posted On: |2 min read
Voice of Surat News

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે બે દિવસથી ચાલી રહેલા યુદ્ધનો મુદ્દો હવે UNSCમાં ગૂંજ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવવામાં આવી છે. કંબોડિયાના કહેવા પર આ બેઠક યોજવામાં આવી છે. કંબોડિયાએ UNSCની કટોકટી બેઠક બોલાવવા માટે પાકિસ્તાન પાસેથી મદદ માંગી હતી. હવે તેમની માંગ સ્વીકારવામાં આવી છે.

બેઠકમાં શુ લેવાશે નિર્ણય ?

કંબોડિયાની વિનંતી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કટોકટી બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય મુદ્દો કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેનું યુદ્ધ છે. કંબોડિયાએ આ કટોકટી બેઠક માટે પાકિસ્તાન પાસેથી મદદ માંગી હતી. ભારતથી 5 હજાર કિમી દૂર સ્થિત કંબોડિયા અને થાઇલેન્ડ એકબીજા સામે યુદ્ધમાં ઉતરી ગયા છે. બંને દેશો દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. કંબોડિયા દાવો કરી રહ્યું છે કે થાઇલેન્ડ તેના પર ક્લસ્ટર બોમ્બ ફેંકી રહ્યું છે અને F-16 ફાઇટર જેટથી સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ આરોપો સાથે, કંબોડિયાએ પાકિસ્તાન પાસેથી મદદ માંગી અને UNSC ની કટોકટી બેઠક બોલાવવાની માંગ કરી હતી.


કંબોડિયા અને થાઇલેન્ડ એકબીજા બન્યા કટ્ટર દુશ્મન

કંબોડિયા અને થાઇલેન્ડ સામસામે આવી ગયા છે. બંને દેશોની સેનાઓ ફક્ત સરહદ પર જ તૈનાત નથી, પરંતુ વારંવાર હુમલાઓ પણ કરી રહી છે. આ હુમલાઓમાં મોટા પાયે નુકસાન થયું છે. કંબોડિયા દક્ષિણ-પૂર્વ એશિયામાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશ છે. તેનો ઇતિહાસ, પડોશી દેશો સાથેના સંબંધો, અર્થતંત્ર અને ભારત સાથેના તેના સંબંધો ઘણી રીતે રસપ્રદ છે. ભારત અને કંબોડિયા વચ્ચેના સંબંધો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્તરે મજબૂત છે. પ્રાચીન સમયમાં, હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ ભારતથી કંબોડિયા સુધી ફેલાયા હતા. ભારતીય સ્થાપત્ય અને સંસ્કૃતિની ઝલક અંગકોર કાળના મંદિરોમાં જોવા મળે છે. ભારતે 1952માં કંબોડિયા સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. ભારત કંબોડિયાને વિકાસ સહાય, શિક્ષણ, આરોગ્ય, આઇટી અને ક્ષમતા નિર્માણમાં સહાય પૂરી પાડી રહ્યું છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન, શિષ્યવૃત્તિ અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત તેની એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ કંબોડિયા સાથેના તેના સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યું છે.