શ્રાવણનો શુભારંભ, ઉપવાસના દિવસોમાં ફરાળી વાનગીમાં બનાવો મોરૈયાની શાહી ખીચડી

ભગવાન શિવની વિશેષ આરાધનાનું પર્વ એટલે શ્રાવણ મહિનો. આ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. શ્રાવણમાં શિવિલંગ પર જળાભિષક કરવાનું માહાત્મય છે સાથે ઉપવાસ કરવાનો પણ મહિમા છે. કહેવાય છે કે તમે ઉપવાસ કરી ભગવાન શિવના આર્શીવાદ મેળવી શકો છો. જો તમે પણ ઉપવાસ કરતા હોવ તો આજે તમારા ફરાળી ભોજનમાં એક નવી વાનગીની રેસીપી જણાવીશું. આજે તમે મોરૈયાની શાહી ખીચડી વાનગી જણાવીશું. જે શરીરમાં ઉપવાસના દિવસોમાં શરીરમાં જરૂરી પોષકતત્વો પૂરા પાડશે.
મોરૈયાની શાહી ખીચડી માટે સામગ્રી: આ સામગ્રીમાં તમે સ્વાદ મુજબ સિંધવ મીઠું અથવા કાચું મીઠું લઈ શકો છો. તેમજ ખીચડીને વધુ ટેસ્ટી બનાવવા જરૂર મુજબ ફરાળી ચવાણું તેમજ દાડમના દાણા લઈ શકો છો.
- 2 ચમચી ઘી
- 1/2 ટીસ્પૂન જીરું
- 1 નંગ સૂકું લાલ મરચું
- 2 નંગ ઝીણા સમારેલા બટાકા
- 4-5 મીઠા લીમડાના પાન
- 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- 4-5 નંગ કાજુ
- 4-5 નંગ સેકેલા શીંગદાણા
મોરૈયાની શાહી ખીચડી બનાવવાની રીત:
આ ફરાળી વાનગી બનાવવા સૌ પ્રથમ મોરૈયાને સારી રીતે સાફ કરી લો. પછી કુકરમાં ઘી ગરમ કરવા મૂકવો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને તે સાધારણ તતડે એટલે તેમાં સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન નાખો. ત્યારબાદ સેકેલા શીંગદાણા નાખી તેને બરાબર હલાવી લો. પછી તરત જ તમે ઝીણા સમારેલા બટાકા કૂકરમાં નાખો. બટકા નાખ્યા બાદ એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી તેમાં લાલ મરચું પાઉડર નાખી થોડીવાર આ પાણીને ગરમ થવા દો. આ પાણી ઉકળે એટલે તેમાં પલાળેલો મોરૈયો નાખી બરાબર હલાવી લો પછી કૂકરનું ઢાંકણ બંધ કરો. કુકરનું ઢાંકણ ઢાંકી બે સીટી વગાડો. કૂકર ખૂલે એટલે તેમાં ઉપરથી લીંબુનો રસ નાખી હલાવી લો. પછી તેમાં કાજુના ટુકડા અને કોથમીર નાખો. તમે જ્યારે ફરાળ કરવા બેસો ત્યારે આ ખીચડીમાં તમે ઉપરથી ફરાળી ચેવડો અને દાડમના થોડા નાખી શકો છો. થઈ ગઈ તૈયાર તમારી મોરૈયાની શાહી ખીચડી. ફરાળમાં આ મોરૈયાની શાહી ખીચડી ખાધા બાદ તમને વધુ ભૂખ લાગશે નહી.