ભાગવતની મુલાકાત રાજકારણમાં ગરમાવો લાવી દેશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત બે દિવસ ગુજરાતની મુલાકાતમાં અમદાવાદ ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે પણ મુલાકાત કરશે. શતાબ્દી ઉજવણી અને સંગઠનને લઇ કાલથી ભાગવતની મુલાકાત રાજકારણમાં ગરમાવો લાવી દેશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસ સંઘચાલકની બે દિવસ ગુજરાત મુલાકાતમાં 14 ઓક્ટોબરે બપોરે તેઓ અમદાવાદ આવી પહોંચશે. એરપોર્ટથી સીધા તેઓ અમદાવાદના સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન ખાતે પહોંચશે. તાજેતરમાં જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે.અને બે દિવસ સતત બેઠકોનો દોર કરવાના છે ત્યારે ખૂબ ગુજરાતના રાજકારણમાં સંઘનું યોગદાન સૂચક માનવામાં આવી રહ્યું છે. બે દિવસ મોહન ભાગવત ગુજરાતમાં છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ મુલાકાત લેશે.

