Voice of Surat

આવશ્યક ચીજ-વસ્તુઓનું ગેરકાયદે વેચાણ કરવાના ગુનામાં યુવકને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

Posted On: |1 min read
Voice of Surat News

આવશ્યક ચીજવસ્તુઓનું ગેરકાયદે વેચાણ કરવા બદલ નોંધાયેલા ગુનામાં પાલનપૂર પાટિયાના યુવકને કોર્ટે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાલનપૂર પાટિયા સિ્થત રાધાકૃષ્ણસોસાયટી ખાતે રહેતા મુકેશ મોહનભાઇ ખાંચી (ઉ.વ.૨૨) વિરુધ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૫૭ની કલમ ૩તથા ૭ અંતર્ગત ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ વર્ષ૨૦૦૫માં આનંદમહલ રોડપર ખોડિયાર નગર પાસે પોલીસે છાપો માર્યો હતો. દરમિયાન મુકેશની| દુકાનમાંથી ૯૫ લિટર ભરા રંગનું કેરોસીન અનેઓઈલના પાઉચ મળ્યો હતા. મુકેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.

કેસની સુનાવણી દરમિયાન મુકેશના બચાવ પક્ષે એડવોકેટ રાજુ સોનીએ દલીલ કરતા જણાવ્યું કે, રેડ કરવા ગયાતેઅંગેની કોઈનોંધ પોલીસે સ્ટેશન ડાયરીમાં કરી નથી, ઉપરાંત પોલીસ ખાનગી વાહનમાં રેડ કરવા ગઈહતી અને તે વાહનનો રજિસ્ટ્રેશન નંબર પણ ફરિયાદમાં જણાવ્યો નથી, નજરે જોનાર સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા નથી, કબજે કરેલા મુદામાલનું પૃથ્થકરણ કરાવ્યુંનથી અને તેનો એફએસએલ રિપોર્ટચાર્જશીટમાં મૂક્યોનથી. બંને પક્ષની દલીલોબાદ કોર્ટે આરોપી મુકેશને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવા સાથે નોંધ્યું કે, રજૂ થયેલા પુરાવામાં આટલી પ્રકિ્રયાત્મક ખામીઓ, સાક્ષીઓની ગેરહાજરી અને વૈજ્ઞાનિક પુરાવાના અભાવે આરોપી વિરુદ્ધનો ગુનો શંકાથી પણ સાબિત થતો ન હોવાથી કોટે આરોપીને નિર્દોષ હોવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.