હોસ્પિટલોએ અંદાજિત 1000 કરોડ રૂપિયા જેટલો ટેક્સ રાજ્ય સરકારને ચૂકવવો પડશે

ગુજરાત હાઈકોર્ટમાં હોસ્પિટલો દ્વારા રાજ્ય સરકારને ચૂકવવામાં આવતા ટેક્સ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો હતો. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે વપરાતી સામગ્રી કે મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની બાબતો કરને પાત્ર છે. મેડિકલ સર્વિસના નામે હોસ્પિટલો રાજ્યના કરના ચુકવણાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
હોસ્પિટલોએ રાજ્ય સરકારને કર ચૂકવવો પડશે
હાઈકોર્ટે ચૂકાદો આપતાં કહ્યું હતું કે, હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી સામગ્રી મંગાવાય છે. આ સામગ્રી દર્દીની સારવાર માટે વપરાય છે. આ સામગ્રી પર બજાર કરતાં ઊંચો દર વસૂલવામાં આવે છે. કોઈપણ હોસ્પિટલ ટેક્સની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. હોસ્પિટલો મેડિકલ સર્વિસના નામે કર ભરવાથી છટકી શકે નહીં.હોસ્પિટલોએ રાજ્ય સરકારને કર ચૂકવવો પડશે.
હોસ્પિટલોની કર ભરવાની જવાબદારી નક્કી થઈ
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોર પરથી સામગ્રી મંગાવી દર્દીઓની સારવારમા વાપરી તેમની પાસે બીલ વસૂલાતા હોય છે. મેડિકલ ટ્રીટમેન્ટ અને મેડિકલ સર્વિસના નામે દર્દીઓને અપાતી સામગ્રી પર બજાર કિંમત કરતા ઊંચો દર વસૂલાતો હોય છે.હાઇકોર્ટના ચૂકાદા પ્રમાણે વર્ષ 2006થી પેન્ડિંગ એસેસમેન્ટમાં હોસ્પિટલોની કર ભરવાની જવાબદારી નક્કી થઈ છે. હોસ્પિટલોએ અંદાજિત 1000 કરોડ રૂપિયા જેટલો કર રાજ્ય સરકારને ચૂકવવો પડશે.