Indian Test cricket ના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું જે પહેલાં ક્યારેય જોવા નથી મળ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જ્યારથી ટેસ્ટ શ્રેણી ચાલુ થઈ છે ત્યારથી દરેક મેચમાં કોઈને કોઈ નવા રેકોડ બની રહ્યા છે અને જૂના રેકોર્ડ તૂટી પણ રહયા છે. એવામાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કપ્તાન શુભમન ગિલની કેપ્ટનશીપમાં એક અજીબ પરાક્રમ થયું છે.
પ્લેઇંગ ઇલેવનમાં 5 ડાબોડી
માન્ચેસ્ટરના મેદાનમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં ટેસ્ટ ટીમના યુવા કપ્તાન શુભમન ગિલની કેપ્ટનશીપમાં કઈક એવું જોવા મળ્યું જે આજ પહેલા ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યું. આ વખતે માન્ચેસ્ટરના મેદાનમાં પ્લેઈંગ ઈલેવનમાં 5 ડાબોડી બેટ્સમેન રમી રહ્યા છે. સાંભળવામાં સાવ સરળ લાગતી વાત છે પણ આ પહેલા આવું ભારતીય ટેસ્ટ ટીમમાં ક્યારેય નથી બન્યું કે ડાબા હાથથી રમનારા 5 ખેલાડીઓ ટીમમાં સ્થાન પામ્યા હોય.
પહેલી ટેસ્ટ મેચ 1932માં રમાઈ
ભારત દેશ જ્યારે અંગ્રેજોનો ગુલામ હતો ત્યારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજથી વર્ષો પહેલા એટલેકે વર્ષ 1932માં ભારતે તેની પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી. જે ઐતિહાસિક મેદાન પર આ બંને દેશ ટકરાયા હતા એ મેદાન લોર્ડ્સનું મેદાન હતું. ત્યારથી લઈને અત્યાર સુધી 92 વર્ષ પછી પણ આ પહેલા ક્યારેય એક મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં 5 ડાબોડી બેટ્સમેન ટીમમાં સ્થાન નથી પામ્યા.
પાંચમાંથી ત્રણે ફરકારી ફિફ્ટી
ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં 5 ડાબોડી બેટ્સમેનનું રમવું એ ચોક્કસથી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વાર થયું છે જે સ્વયં એક રેકોર્ડ કહી શકાય પરંતુ વાત અહિયાથી પૂરી થતી નથી. પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી પામેલા 5 ડાબોડી બેટ્સમેનમાંથી ત્રણ ખેલાડીઓએ અડધી સદી ફટકારીને એક અલગ રેકોર્ડ બનાવી નાખ્યો છે જે પણ એક રસપ્રદ વાત છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ પાંચનો પંચ ભારતીય ટીમ માટે કેટલો ભાગ્યશાળી સાબિત થાય છે.