ફ્રાન્સે ઇઝરાયલને આપ્યો બીજો ઝટકો, હવે Syria ને બચાવશે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન

ફિલિસ્તાનને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપવાની જાહેરાત કર્યા બાદ ફ્રાન્સે ફરી એક જાહેરાત કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હવે સીરિયા માટે પણ મહત્ત્વની કાર્યવાહી કરશે. ફ્રાન્સ હવે સીરિયા બચાવશે. ફિલિસ્તાનને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપ્યાના નિર્ણયને હજુ 24 કલાક પણ નથી વિત્યા ત્યારે ફરી બીજો ઝટકો ફ્રાન્સે દુનિયાને આપ્યો છે.
સીરિયા માટે મહત્ત્વનો નિર્ણય
ફ્રાન્સ, અમેરિકા અને સીરિયાએ સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે. તેઓએ જણાવ્યુ છે કે, સીરિયાના વિસ્તાર, અખંડિતા, સંપ્રભુતા અને એક્તા માટે મળીને કામ કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યુ હતુ કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તેઓ આ મામલે સત્તાવાર જાહેરાત કરશે. ઇઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્કમાં હવાઇ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીરિયાના રક્ષામંત્રીને નિશાન બનાવવામાં આવ્યુ હતુ. ઇઝરાયલની આ કાર્યવાહી તેના 'ડેવિડ કોરિડોર' નામની રાણનીતિ સાથે જોડવામાં આવી છે. જેના દ્વારા તે સીરિયાના દક્ષિણ ભાગમાં પોતાની પકડ મજબૂત કરી શકશે.
સીરિયાની સેનાને ચેતાવણી
સીરિયાના સ્વેઇદા શહેરમાં ડ્રૂજ સમુદાય અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ ઇઝરાયલે સીરિયાની સેનાને ચેતાવણી આપી હતી. જો ડ્રૂજ સમુદાય પર હુમલાઓ રોકવામાં નહી આવ્યા તો સીરિયાની સેનાનું નામ નષ્ટ કરવામાં આવશે. ઇઝરાયલની ગતિવિધિ 'ગ્રેટર ઇઝારાય'ની જુની થિયરીને હવા આપે છે. ઇઝરાયલ ધીરે-ધીરે સીરિયા. લેબનાન અને ફિલિસ્તાનીના ભાગ સાથે મળીને પોતાના વિસ્તારને વધારવા ઇચ્છે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ મામલે હજુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.