Voice of Surat

પતિનો તેડી જવાનો દાવો ફેમિલી કોર્ટમાં નામંજૂર

Posted On: |1 min read
Voice of Surat News

વર્ષ 2022માં પતિ દિનેશભાઈએ તેમની પત્ની શિક્ષિકા ને દારૂ પીને વગર કરી બે સગીર સંતાનોને છોડી દઈ ઘરેથી તમામ દસ્તાવેજો લઈ નાસી છુટ્યા નો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. દિનેશભાઈની પત્ની કેસ કરે તે પહેલા કોર્ટની સહાનુભૂતિ મેળવવા પત્નીને તથા બાળકોને તેડી જવાનો દાવો કરવામાં આવ્યો હતો. પતિએ કરેલ દાવામાં પોતે જ ભેરવાયો હતો અને પત્ની તથા બાળકોની કાળજી રાખતો હતો તે સાબિત કરી શક્યા ન હતા. ઉપરાંત પત્ની ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારતો તથા બંને બાળકો ની છેલ્લા ત્રણ વર્ષથી ઉપેક્ષા કરેલ તેમજ પોતે દારૂ પીવાની કુટેવ ધરાવે છે તેઓ કોટ સમક્ષ કબુલ કર્યું હતું તેમજ પોતે ઘર છોડીને ભાગી ગયા હતા અને પત્ની પોતે ટીચર તરીકે નોકરી કરી બંને બાળકોને છેલ્લા કોરોના કાળ દરમિયાનથી સારસંભાળ રાખે છે. ઘરનું ભાડું પણ પત્ની પોતાના પગારમાંથી ભરતી આવે છે અને પતિ દારૂ માટે પૈસાની માંગણી પત્ની પાસે કરતો હતો. પત્ની તરફે એડવોકેટ નીલોફર એમ શેખે પુરવાર કરતા નામદાર બીજા ફેમિલી કોર્ટે પતિનો તેડવાનો દાવો રદ કર્યો હોવાનો હુકમ કર્યો હતો.