ભારત ક્રૂડની સામે ખેત અને મરીન પ્રોડક્ટ આપી વેપાર સંરભર કરશે

ભારતે રશિયા સાથેના વેપાર ખાધને ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે તેના દરિયાઈ અને કૃષિ નિકાસ પરના 65થી વધુ બિન-શુલ્ક અવરોધો ઓળખ્યા એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ અવરોધો ખાસ કરીને દરિયાઈ ઉત્પાદનો અને કૃષિ ઉત્પાદનોની નિકાસને અસર કરે છે. મોટા ભાગના અવરોધો કૃષિ અને દરિયાઈ ઉત્પાદનો સાથે સંબંધિત છે." રશિયાએ તાજેતરના વર્ષોમાં ભારતની કેટલીક આંબળી અને કેળાની જાતો માટે બજાર ખોલ્યું છે, પરંતુ ઝીંગા નિકાસ માટે ભારતીય દરિયાઈ ઉત્પાદન એકમોને મંજૂરી આપવાનો મુદ્દો મુખ્ય ચિંતાનો વિષય છે.
2024-25માં ભારતની રશિયા સાથેની વસ્તુઓની નિકાસ 4.88 બીલીયન ડોલરની હતી, જેમાંથી 123 મિલિયન ડોલરની નિકાસ ફ્રોઝન ઝીંગા અને પ્રોન્સની હતી. ભારતે રશિયા સાથે 59 બીલીયન ડોલરની વેપાર ખાધનો સામનો કરવો પડયો હતો, જેને ઘટાડવા માટે આ અવરોધોનું ઝડપી નિરાકરણ જરૂરી છે.
આ ઉપરાંત, રશિયા યુરેશિયન ઇકોનોમિક યુનિયનના ભાગરૂપે ભારત સાથે વેપાર કરારનું માળખું તૈયાર કરી રહ્યું છે. ભારત અને રશિયા યુરેશિયન ઇકોનોમિક યુનિયને મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરવાના નિયમો અને પ્રાથમિકતાઓ નક્કી કરી છે, જેનો હેતુ વેપાર અને રોકાણને વધારવાનો છે.

