હિતેશ પટેલ અકસ્માત કેસમાં નવો ખુલાસો, પેટ્રોલપંપના CCTV આવ્યા સામે...

ગાંધીનગરમાં બે નિર્દોષ લોકોનો જીવ લેનાર ભયાનક હિટ એન્ડ રન કેસમાં આરોપી હિતેશ પટેલ અંગે એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. અકસ્માત સર્જતા પહેલા હિતેશ પટેલ એક પ્રિન્સ પેટ્રોલપંપ પર ગયો હતો અને ત્યાં તેણે પોતાની ગાડીમાં યુરિયા નંખાવવા માટે કહ્યું હતું.
પેટ્રોલપંપ પર યુરિયા નંખાવવા ગયો હતો હિતેશ
મળતી જાણકારી અનુસાર, હિતેશે પેટ્રોલપંપના કર્મચારીને પોતાની ગાડીમાં યુરિયા ભરવાનું કહેતા પેટ્રોલકર્મીએ તેને જણાવ્યું હતું કે, અહીં યુરિયા નથી નાંખતા. આ વાતચીત બાદ પણ હિતેશ પટેલ લગભગ પાંચ મિનિટ સુધી પેટ્રોલપંપ પર ઉભો રહ્યો હતો. પેટ્રોલપંપના CCTV ફૂટેજમાં હિતેશ કર્મચારી સાથે વાત કરતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આ CCTV ફૂટેજ પોલીસ તપાસ માટે મહત્વપૂર્ણ સાબિત થી શકે છે. પેટ્રોલપંપ પરથી ગાડી લઈને નીકળ્યા બાદ થોડા જ સમયમાં હિતેશ પટેલે આ ભયાનક અકસ્માત સર્જ્યો હતો જેમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.
CCTV માં હિતેશ કર્મચારી સાથે વાત કરતો દેખાયો
આ નવો ખુલાસો આરોપીના માનસિક સ્થિતિ અને અકસ્માત પૂર્વેની તેની ગતિવિધિઓ પ[પર વધુ પ્રકાશ પાડે છે. અગાઉ, હિતેશે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે તેને હિસ્ટેરિયાની બીમારી છે અને છ છીંક આવવાને કારણે અકસ્માત થયો હતો. હવે પેટ્રોલપંપ પર યુરિયા નંખાવવાની તેની માંગ અને ત્યાં પાંચ મિનિટ સુધી રોકવાની ઘટના તેના નિવેદનો પર વધુ શંકા ઉભી કરે છે. પોલીસ આ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરી રહી છે જેથી ઘટનાના તમામ પાસાઓ સ્પષ્ટ થઇ શકે અને સત્ય બહાર આવી શકે.