બિલ્ડર જાવેદ લિયાકતઅલી કાઝીની જામીન અરજી નામંજુર કરતી સેશન્સ કોર્ટ

સુરત શહેરના લાલગેટ પો.સ્ટે.માં લાલગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૬૧૨૫૦૪૯૩/૨૦૨૫ થી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૮(૪) મુજબ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો 'સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ ઉપર જણાવેલ સમયે આરોપી જાવીદ લિયાકત કાઝી, રહે. ૬૦૧, ૧૨/૧૧૫૬, અલ હયાત બિલ્ડીંગ, લુહાર પોળ, માછલીપીઠ, શાહપોર, સુરત શહેર નાઓએ ઠે. ડિસ્ટ્રીકટ સુરત સબ ડિસ્ટ્રીકટ સુરત સીટીનાં શહેર સુરતનાં લાલગેટ કેળાની વખાર વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૨ નાં સીટી સર્વે નોંધ નં.૯૧૬ થી નોંધાયેલ જમીન ઉપર આવેલ અલ-અમન નામનાં એપાર્ટમેન્ટ વાળી મિલકત ઉપર LIC HOUSING FINANCE LTD માંથી રૂા.૩૭, ૬૩, ૪૮૫/- તથા રૂા. ૫૪, ૮૫,૭૭૮/- લોન લિધેલ હોય મિલક્ત ઉપર બોજો હોવા છતાં મને તથા મારી સાથેના માણસોને ચોખ્ખા ટાઈટલવાળી મિલકત હોવાનું જણાવી સદરહું મિલક્તનો વેચાણ દસ્તાવેજ ન થઈ શકે તેમ હોવાનું પોતે જાણતા હોવા છતાં અમારી પાસેથી રૂા.૨૪,૦૦,૦૦૦/- મેળવી લઈ મને તથા મારી સાથેના માણસોને અલગ અલગ સમયે વેચાણ દસ્તાવેજ કરી આપી મારા સહિત મિલકત ખરીદનાર તમામ પાસેથી કુલ્લે રૂા. ૧,૮૮,૫૩,૦00/-મેળવી લઈ મારી તથા મારી સાથેનાં માણસો સાથે છેતરપીંડી કરેલ હોય જાવીદ લિયાકત કાઝી નાઓ વિરૂધ્ધ કાયદેસર તપાસ કરવા હાલની ફરીયાદ આપેલ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આરોપી જાવેદ લિયાકતઅલી કાઝીનાઓને પો.સ્ટે. માં ઘરપકડ કરવામાં આવેલ આરોપી જાવેદ લિયાકતઅલી કાઝી જામીન ઉપર મુક્ત થવા નામદાર સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજીના વિરોધમાં મુળ ફરીયાદી નાઓએ પોતાના એડવોકેટશ્રી નદીમ એચ. ચૌધરી નાઓ મારફત લેખિતમાં રજુઆતો કરેલ જે મુખ્ય રજુઆત એ રીતની હતી કે, સદરહું કહેવાતી મિલકત ઉપર આરોપીએ સને-૨૦૧૪/૧૫ ના અરસામાં લોન લિધેલ હતી અને ફરીયાદી તથા અન્ય સાહેદોને દસ્તાવેજ કરેલ છે વધુમાં આ કામના આરોપી ઉપર આ ગુના સિવાય અન્ય ત્રણ છેતરપીડીના ગુનાઓ લાલગેટ પો.સ્ટે. માં નોંધાયેલ છે સદરહું ફરીયાદમાં ભોગ બનનારની સંખ્યા પણ ખુબ જ વધુ છે અને તપાસ હાલ અત્યંત નાજુક તબકકામાં છે જે હકીકત ધ્યાને લઈ હાલનાં આરોપીની જામીન અરજી નામંજુર કરવા અરજ કરેલ, જે તમામ સંજોગો ધ્યાને લઈ નામદાર સેશન્સ કોર્ટ ઘ્વારા આરોપી જાવેદ લિયાક્તઅલી કાઝી નાઓની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે. મુળ ફરીયાદી નાઓ હનીફ ઈબ્રાહીમ પટેલ નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી તથા સરકારી વકીલ વિશાલ ફળઘુ નાઓએ નામદાર સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા.

