ઠગાઇ કેસમાં આગોતરા જામીન અરજી રદ કરતી સુરત સેશન્સ કોર્ટ

સુરત શહેરના ઉધના મગદલ્લા રોડના એમ કે ટેક્સટાઈલના વેપારી પાસેથી કાપડનો માલ મંગાવી રૂપિયા ૪૭લાખથી વધુની છેતરપિંડી કરવાના કેસમાં હરિયાણાના વસ્ત્રરાણી એક્સપોર્ટના ડિરેક્ટરોના આગોતરા જામીન સુરત સેશન્સ કોર્ટે ફગાવી દીધા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના અલથાણ ગાર્ડન પાસે આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા કિશન કમલેશ જરીવાલા એમ.કે ટેક્સ્ટાઈલના નામે કાપડનો વેપાર કરે છે. કાપડ દલાલ મહેન્દ્ર ડાંગરએ હરિયાણા ફરીદાબાદ મથુરા રોડ ખાતે વસ્ત્રરાણી એક્સપોર્ટના નામે ધંધો કરતા ડિરેક્ટરો અબ્દુલ ખાલિદ, સુમન મલ્હોત્રા અને શોભા મલ્હોત્રા ખાલીદએ કિશન જરીવાલા પાસેથી કાપડનો માલ મંગાવ્યો હતો. કિશન જરીવાલાએ ભરોસો કરી રૂપિયા ૭૪,૦૦,૦૦૦ થી વધુ નો માલ મોકલ્યો હતો. પાર્ટ પેમેન્ટ પેટે ડિરેક્ટરોએ ૨૭.૪ લાખ મોકલ્યા હતા, ભાકીના રૂપિયા ૪૭.૪૪ લાખ પેમેન્ટ નહી કરી છેતરપિંડી કરી હતી. કિશન જરીવાલાએ ડિરેક્ટરો અબ્દુલ ખાલીદ, સુમન મલ્હોત્રા અને શોભા મલ્હોત્રા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ આપતા ખટોદરા પોલીસે ડિરેક્ટરો અને કાપડ દલાલ ડાંગર વિરુદ્ધ વિશ્વાસપાત નો ગુનો નોંષ્યો હતો. આ કેસમાં આરોપી ત્રણેષ ડિરેક્ટરોએ પોલીસ પકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. ફરિયાદી કિશન જરીવાલાના વકીલ રહીમ શેખે સોગંદનામુ રજૂ કરી જામીન અરજીનો ભારપૂર્વક વિરોષ કર્યો હતો. જેમાં કોર્ટે ત્રણે આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

