Voice of Surat

Air India ના વિમાનમાં ટેક ઓફ સમયે ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટનું કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ

Posted On: |2 min read
Voice of Surat News

જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ હતુ. જયપુરથી ઉડાન ભરતાની સાથે જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. આ વિમાન દિલ્હીથી મુંબઈ જઈ રહ્યું હતું. ટેકઓફ કર્યાના 18 મિનિટ પછી જ વિમાનને રનવે પર પાછું લાવવામાં આવ્યુ હતુ. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-612એ જયપુર એરપોર્ટથી બપોરે 1.58 કલાકે મુંબઈ માટે ઉડાન ભરી હતી. જોકે, તેનો ટેક ઓફ સમય 1:35 કલાકનો હતો. આ વિમાન લગભગ 23 મિનિટ મોડું હતુ.

હવાઇ અકસ્માત ટળ્યો

જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનમાં સર્જાયેલી ખામીએ ફરી સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ ઘટનમાં હવાઇ અકસ્માત ટળ્યો હતો. અને યાત્રીઓના જીવ બચ્યા હતા. પાયલટની સુઝબુઝના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકઓફ પછી તરત જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલટને ખામી વિશે જાણ થતાં જ તેણે તરત જ વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ અંગે નિર્ણય લીધો હતો. વિમાનના પાયલોટે જયપુર એટીસીથી ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. બપોરે 2:16 વાગ્યે, વિમાને જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. હાલમાં વિમાનની ટેકનિકલ તપાસ ચાલી રહી છે.


વિશ્વસનીયતા પર પ્રશ્નો

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના વિમાનમાં ખામીઓ જોવા મળી રહી છે. જેના કારણે યાત્રીઓ હવાઇ મુસાફરી કરતા ડરી રહ્યા છે. કોઇ વખત પ્લેનને હવામાં રાખવુ પડે છે. તો કોઇવાર મોડેથી ટેક ઓફ અથવા લેન્ડિંગ કરવામાં આવી રહ્યુ છે. તો કોઇ વખત યાત્રીઓને બહાર સુરક્ષિત બોલવવામાં આવે છે. આ પ્રકારની ખામીઓ એર ઇન્ડિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.