Pakistanની સત્તામાં પરિવર્તન આપી રહ્યુ છે દસ્તક

પાકિસ્તાનમાં રાજનૈતિક દુનિયાની કાયાપલટ કરવા માટે તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. સેના પ્રમુખ અસીમ મુનીર હાલ અમેરિકાના પ્રવાસે હતા. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ પાકિસ્તાન ચીનનું સમર્થન મેળવવા માગે છે. તો આ તરફ, ઇમરાન ખાનના પુત્રો પાકિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. આ ઉપરાંત ઇમરાન ખાનના બન્ને પુત્રોએ ડૉનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી.
પાકિસ્તાનમાં રાજનીતિનો અલગ દૌર
પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને સેના પ્રમુખ અસીમ મુનીર અમેરિકા પ્રવાસ કરી આવ્યા છે. જે બાદ અહીં તેમના વતનમાં આ બીજો મુખ્ય પ્રવાસ છે. પરંતુ આ બધાની વચ્ચે મુખ્ય મુદ્દો એ છે કે, ઇમરાન ખાનના બન્ને પુત્રોની મજબૂત થઇ રહેલી પકડ પાકિસ્તાનમાં રાજનીતિ તખ્તા પલટ માટેની દસ્તક સમાન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અસીમ મુનીર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવા માગે છે. અસીમ મુનીરનો ચીન પ્રવાસ પણ અલગ જ સંકેત આપી રહ્યો છે. મુનીર ચીનમાં વિદેશ મંત્રી વાંગ યી સાથે મળ્યા હતા. અને બાદમાં ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે પણ મુલાકાત કરી હતી. 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાન અમેરિકા અને ચીન સાથે પોતાના સેના સંબંધો મજબૂત કરવા માગે છે.
વિદેશ મંત્રીના સ્થાને સેના પ્રમુખને મહત્ત્વ
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મુનીર સાથે વાતચીત કરી હતી. અને જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન અને ચીનની મિત્રતા મજબૂત છે. બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય યોગદાન શરુ રહેશે. રાજનૈતિક મુદ્દાઓ પર વાતચીત શરુ રહેશે. તો આ તરફ, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ પોતે મુનીરને સાચવી રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાં પણ આ પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે, પીએમ શહબાઝ શરીફ વિદેશી મંત્રી ઇશાક ડારના સ્થાને અસીમ મુનીરને મહત્ત્વ આપી રહ્યા છે. તો આ તરફ અસીમ મુનીર પણ એ જ ઇચ્છે છે કે, પાકિસ્તાન વિદેશ મંત્રાલય સેનાના હાથમાં આવી જાય.