Voice of Surat

ભારતીય ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી હાઇડ્રોજન ટ્રેનનું ચેન્નાઈમાં કરાયુ સફળ પરિક્ષણ

Posted On: |2 min read
Voice of Surat News

ભારતીય રેલવે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હાઇડ્રોજન ટ્રેનનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યો છે. દેશમાં હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન કોચનું પરીક્ષણ ચેન્નાઈમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં પૂર્ણ થયું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ કોચ સંપૂર્ણપણે ભારતમાં બનેલી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યો છે. આ સફળતા સાથે, ભારત એવા પસંદગીના દેશોમાં જોડાયું છે જે હાઇડ્રોજન ટ્રેન જેવી આધુનિક અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીન પછી, હવે ભારત પણ આ યાદીમાં સામેલ થનાર દેશ બન્યો છે.

'નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન'

આ હાઇડ્રોજન ટ્રેન 1200 હોર્સપાવરની શક્તિ સાથે બનાવવામાં આવી છે. જે તેને વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક બનાવે છે. આ ટ્રેનની વિશેષતા એ છે કે તે હાઇડ્રોજન અને ઓક્સિજનને મિશ્રિત કરીને વીજળી ઉત્પન્ન કરે છે. જેનું એકમાત્ર ઉપ-ઉત્પાદન પાણી અને વરાળ છે. એટલે કે, આ ટ્રેન સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત છે. આ ટ્રેનથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થતો નથી. કે ન તો પર્યાવરણને નુકસાન પહોંચાડતો કોઈપણ હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે. ભારતીય રેલ્વેનું લક્ષ્ય 2030 સુધીમાં 'નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન' પ્રાપ્ત કરવાનું છે.


35 હાઇડ્રોજન ટ્રેન કરાશે તૈયાર

આ ટ્રેન લખનૌના રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેનું ઉત્પાદન ચેન્નાઈના ICF ખાતે કરવામાં આવ્યું છે. આ ટ્રેનમાં 8 પેસેન્જર કોચ હશે. જે એક સમયે 2638 મુસાફરોને લઈ જઈ શકે છે. તેની મહત્તમ ગતિ 110 કિમી પ્રતિ કલાક હશે. ટ્રેનનું પહેલું ટ્રાયલ હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર 89 કિમીના અંતરે થશે. આ ટ્રાયલમાં, ટ્રેનની ટેકનિકલ ક્ષમતા અને સલામતીની તપાસ કરવામાં આવશે. જો આ પરીક્ષણ સફળ થશે. તો તેને ટૂંક સમયમાં નિયમિત રીતે ચલાવવામાં આવશે. રેલ્વેએ આ પ્રોજેક્ટ માટે 2800 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. જેમાં 35 હાઇડ્રોજન ટ્રેનો બનાવવામાં આવશે. 'હાઇડ્રોજન ફોર હેરિટેજ' પ્રોજેક્ટ હેઠળ કાલકા-શિમલા અને દાર્જિલિંગ હિમાલયન રેલ્વે જેવા હેરિટેજ રૂટ પર આ ટ્રેનો ચલાવવાની યોજના છે.