Voice of Surat

સબસિડી છીનવી લેવાની વાતને Donald Trumpએ ગણાવી પાયાવિહોણી

Posted On: |2 min read
Voice of Surat News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું નિવેદન ફેરવી તોળ્યુ છે. ટ્રમ્પે જણાવ્યુ છે કે, એલોન મસ્કની કંપનીમાંથી સબસિડી દૂર કરવામાં આવશે નહી. ટ્રમ્પે કહ્યું, બધા કહી રહ્યા છે કે હું એલોનની કંપનીઓને અમેરિકન સરકાર પાસેથી મળતી મોટી સબસિડી છીનવી લઈને તેનો નાશ કરીશ. આ બધી વાતો પાયાવિહોણી છે. તેઓ જેટલું સારું કરશે, તેટલું અમેરિકા પ્રગતિ કરશે અને આ વિકાસ આપણા બધા માટે સારો છે.

ટ્રમ્પે નિવેદન કેમ ફેરવ્યુ ?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ઉદ્યોગપતિ એલોન મસ્ક પ્રત્યે નરમ પડતું જણાય છે. ટ્રમ્પે અમેરિકામાં એલોન મસ્કની કંપનીઓનો નાશ કરવાના દાવાઓને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, 'તેઓ ઇચ્છે છે' કે એલોન મસ્ક અને અન્ય તમામ યુએસ વ્યવસાયો અમેરિકામાં રહશે. ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં અગાઉ સંકેત આપ્યો હતો કે તેઓ એલોન મસ્કની કંપનીઓને આપવામાં આવતી અબજો ડોલરની સબસિડીનો અંત લાવી શકે છે. બીજી તરફ, હવે બીજી તરફ ટ્રમ્પનું બદલાયેલું વલણ દેખાઈ રહ્યું છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું, "દરેક વ્યક્તિ કહી રહ્યું છે કે હું મસ્કની કંપનીઓને યુએસ સરકાર પાસેથી મળતી મોટી સબસિડી છીનવી લઈને તેનો નાશ કરીશ. આવું નથી! હું ઇચ્છું છું કે એલન અને આપણા દેશના બધા વ્યવસાયો પહેલા કરતા વધુ ખીલે! તેઓ જેટલું સારું કરશે, તેટલું સારું અમેરિકા પ્રગતિ કરશે અને આ આપણા બધા માટે સારું છે. આપણે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છીએ અને હું તેને આ રીતે રાખવા માંગુ છું!"

વિવાદનું કારણ શું હતુ ?

ટેસ્લાના સીઈઓ અને યુએસ રાષ્ટ્રપતિ જે એક સમયે સાથી હતા. હવે બન્ને વચ્ચે પ્રહારોનો મારો જોવા મળે છે. મસ્કે સરકારી કાર્યક્ષમતા વિભાગ છોડ્યા પછી આ મુકાબલો શરૂ થયો. મસ્કને સબસિડી છીનવી લેવાની ટ્રમ્પની ધમકી ત્યારે સામે આવી જ્યારે એલોન મસ્કે રાષ્ટ્રપતિના "બિગ બ્યુટીફુલ બિલ" ની ટીકા કરી. સેનેટ દ્વારા સાંકડા માર્જિનથી પસાર કરાયેલ આ બિલ, ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડીનો અંત લાવશે. જેનો અત્યાર સુધી અમેરિકાની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લાને ફાયદો થયો છે. ટ્રમ્પે કહ્યું હતું કે મસ્ક પોતાની EV સબસિડી ગુમાવવાથી નારાજ છે અને તે આ બાબતોથી ખૂબ જ નારાજ છે.