WhatsApp : "હેપ્પી ન્યૂયર" મેસેજ અને ગીફ્ટની લિંક્સ ખોલતા પહેલાં સાવધાન, સાયબર ગઠિયાઓની નવા વર્ષે નવી એમઓ

મોબાઈલ ધારકોના વ્હોટસઅપ પર હેપ્પી ન્યૂ યરનો શુભેચ્છા સંદેશ આવી રહ્યો છે આ શુભેચ્છા સંદેશને ખોલવો ભારે પડી શકે છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ન્યૂ યર પ્લાનિંગ, સેલિબ્રેશન, પાર્ટીઝની વાતો સાંભળવા મળી રહી છે. આ સાથે સાથે જ ન્યૂ યર છે એટલે શુભેચ્છા આપતા મેસેજનો ધોધ વહી રહ્યો છે. જો કે ન્યૂ યરની શુભેચ્છા આપતા મેસેજ જ ક્યાંક તમારું બેંક એકાઉન્ટ સફાચટ કરવામાં નિમિત્તે ના બની જાય તે સાવચેતી જરુરી છે. સાઈબર ગઠિયાઓ નવા વર્ષે નવી છેતરપીંડી કરવા પ્રયાસ કરી રહ્યાં છે. સાયબર ગઠિયાઓએ નવા વર્ષની ઉજવણીના હેપ્પી ન્યૂ યરના મેસેજને હવે છેતરપીંડીનું નવુ હથિયાર બનાવ્યું છે જેમાં આ નવા વર્ષની શૂભેચ્છા સાથે લીંકસ પણ મોકલી રહ્યાં છે જે ઘણા મોબાઈલધારકોને બિલકુલ ખબર નથી. પહેલાં આવી એપીકે ફાઈલ્સ આરટીઓ ચલાન.એપીકે, એસબીઆઈ યોજના. એપીકે જેવા નામથી મોકલાતી હતી જેને કારણે લોકો અજાણ બની કે ડરથી કે લાલચમાં ક્લિક કરતાં હતા. પરંતુ હવે ફેસ્ટિવ સિઝનમાં સાઈબર ગઠિયાઓ ન્યૂ યર જેવા દિવસોમાં ન્યૂ યર ગિફ્ટ.એપીકે, ક્રિસમસ ગ્રીટિંગ.એપીકે કે પછી પાર્ટી પિક્સ.એપીકે જેવા નામથી આ લિંક મોકલી રહ્યાં છે. હાલમાં જે મેસેજ લોકોને આવી રહ્યાં છે તેમાં કહેવાયુ છે: "તમારા નામે શુભેચ્છા કાર્ડ મોકલવા માટે અહીં ક્લિક કરો" અથવા "આ ભેટ લિંક ખોલો." જો કે લીંક્સ જોખમભરી સાબિત થઈ શકે છે આ લિકેસ પર કિલક કરવાની દુર રહેવું જરુરી છે. ઘણીવાર આ એપીકે ફાઈલ ડાઉનલોડ કરતાની સાથે ફોન પર વાયરસ ઈન્સ્ટોલ કરી દે છે. આ હેકર્સને તમારા બેંક એકાઉન્ટસ, ઓટીપી, ગેલેરી અને સંપર્કોનુ એકસેસ મળી જાય છે. જેને કારણે મોબાઈલમાં રહેલી સંવેદનશીલ માહિતી. બેંક ડિટેઈલ, પાસવર્ડ સહિતની તમામ મહત્વની એકટીવીટી સાયબર ગઠિયા સુધી પહોંચી જતા લાખો-કરોડોનું નુકસાન થઈ શકે છે. સાયબર અધિકારીઓએ જણાવ્યું છે કે ફક્ત ટેકસ્ટ સંદેશાઓ,ફોટા -વીડીયો ખોલો, ભૂલથી પણ જે શૂભેચ્છાવાળી કે અન્ય લીંક એપ્લીકેશન લિંક ઈન્સ્ટોલ અથવા અપડેટ કરવાનું કહે તે ખતરાની ઘંટી બની શકે છે. ફોન કોલ્સ અને એમ્બિયન્ટ ઓડિયોનુ રેકોડીંગ જેને રુમ બગિંગ કહે છે તે પણ કરી શકે છે. મોબાઈલ ધારકોની જાણ બહાર પીડીએફ,ડોક્યુમેન્ટ. પીપીટી ધરાવતી ફાઈલોની ડેટાચોરી પણ અને બેંકિગને લગતા ઓટીપીની મોટુજોખમ તમારા ફોનમાં રહેલા જીપીએસની તમારી મુવમેન્ટ પણ જાણી શકે છે.
ફ્રોડથી બચવા માટે સૌથી જરૂરી છે સર્તકતા
સતર્કતા સાઈબર ફ્રોડથી બચવા માટે શું કરવું જોઈએ એની તો સુરક્ષા માટે સૌથી જરૂરી છે સર્તકતા. કોઈ પણ અજાણી લિંક પર ફાઈલ પર ક્લિક ના કરો અને એમાં પણ ખાસ કરીને તહેવારોમાં. ગૂગલ પ્લે સ્ટોર સિવાયની એપ ડાઉનલોડ કરવાનું ટાળો. ફોનમાં સિક્યોરિટી સેટિંગ્સ ઓન રાખો અને બેંકિગ એપ્સ પર એલર્ટ એક્ટિવ રાખો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક સેકન્ડની સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.

