ધનની સમસ્યાથી છો પરેશાન ? કરો માત્ર આ વાસ્તુ ઉપાય

ક્યારેય કોઇ પણ વ્યક્તિ ઘર બનાવે છે તો વાસ્તુનો ઉપયોગ અવશ્ય કરે છે. ઘરમાં ઘણા વિશેષ સ્થાન અને દિશાઓ પ્રમાણે જો કોઇ કાર્ય કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ ભરપૂર રહેશે. શું તમે ધનની સમસ્યાથી પરેશાન છો ?તો માત્ર આ 3 વાસ્તુ ટિપ્સથી તમારી પરેશાની દૂર થશે.
ઇશાન ખૂણાનુ મહત્વ
વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન ખૂણાને વધુ પવિત્ર માનવામાં આવે છે કારણ કે દરેકના ઘરમા આ જ ખૂણામાં ભગવાનનુ મંદિર અથવા તો ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. હવે ધનની સમસ્યાથી છુટકારો મેળવવા આ દિશામાં ગંદકી ન રાખો, કોઇ પણ પ્રકારની વસ્તુઓ ન મૂકો. અવ્યવ્સ્થિત અને ગંદકી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.
મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો
લક્ષ્મીજીને ધનની દેવી કહેવાય છે. જ્યારે ઘરની લક્ષ્મી એટલે કે મહિલાઓ ઘરના ઉંબરા તો પૂજે છે પરંતુ શું તમને ખબર છે કે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો એ વધુ શુભ માનવામાં આવે છે. ઘરમા મુખ્ય દ્વારની ડાબી બાજુએ સાંજના સમયે દીવો કરવો વધુ શુભ છે. આ સિવાય શુ્ક્રવાર અને અમાસની રાત્રિએ આ ઉપાય અવશ્ય કરો.
ઉત્તર દિશાની વ્યવસ્થા
ઉત્તર દિશાને ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મી સાથે જોડવામાં આવેલા છે. એટલે કે આ દિશા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિનુ પ્રતીક માનવામાં આવે છે. ઉત્તર દિશામાં સાફ સફાઇ રાખવી અતિ આવશ્યક છે જેથી કુબેરનો આર્શીવાદ તમારાં પર બનેલો રહેશે.